Gujarati News

Gujarati News

News of Wednesday, 12th January 2022

ભાવનગરમાં ૮ વર્ષના બાળક સાથે ત્રણ સગીરો દ્વારા સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય

ભાવનગર,તા.૧૨ : શહેરમાં આઠ વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવા અંગે ત્રણ સગીર સામે ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે.

 મળતી વિગતો મુજબ કુંભારવાડા વિસ્તારમાં રહેતા આઠ વર્ષના બાળક ને લલચાવી ફોસલાવી આ જ વિસ્તારમાં રહેતા ત્રણ સગીરે બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. આ અંગે ભોગ બનનાર બાળકનાં માતાપિતાએ પોલીસ સ્ટેશનમાં જાણ કરી ત્રણ સગીર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. આ બનાવે ભારે ચકચાર મચાવી હતી.

(12:10 pm IST)