Gujarati News

Gujarati News

News of Wednesday, 12th January 2022

ગોંડલ : ગીર ગૌ જતન સંસ્થાના મેનેજર વિરૂધ્ધની ફરિયાદમાં હાઇકોર્ટમાં ક્રોસિંગ થઇ

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૧૨: ગોંડલ શહેરના વોરાકોટડા રોડ પર આવેલ અને દેશ-વિદેશના વિદ્યાર્થીઓને ખેતીવિષયક સંસ્કૃતિના પાઠ ભણાવતી ગીર ગૌ જતન સંસ્થાના મેનેજર વિરુદ્ઘ ત્યાંના જ મહિલા એકાઉન્ટન્ટ દ્વારા દુષ્કર્મની ફરિયાદ નોંધાવવામાં આવી હતી જે સમગ્ર મ ામલો હાઈકોર્ટે પહોંચતા હાઇકોર્ટ દ્વારા આરોપીઓના ક્રોસિંગની અરજી ફરિયાદીની સહમતિથી ગ્રાહ્ય રાખવામાં આવી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ તાજેતરમાં જ શહેરના વોરાકોટડા રોડ પર આવેલ ગીર ગૌ જતન સંસ્થા ના મેનેજર ઇન્દોર મધ્ય પ્રદેશ ના રહેવાસી વિશાલ આદિનાથ વૈદ્ય વિરુદ્ઘ આ જ સંસ્થાના મહિલા કર્મચારી દ્વારા દુષ્કર્મની ફરિયાદ નોંધાવવામાં આવી હતી સાથોસાથ સંસ્થાના સ્થાપક રમેશભાઇ રૂપારેલીયા વિરુદ્ઘ પણ મદદગારી અંગે ગુનો નોંધાવ્યો હતો બાદમાં આરોપીઓ દ્વારા મૂળ ગોંડલનાં જામવાડી ના હાઈકોર્ટના વકીલ ધ્રુવ વિનોદભાઈ ટોળીયા હસ્તક હાઇકોર્ટમાં ક્રોસિંગ દાખલ કરવામાં આવી હતી જેમાં વકીલ દ્વારા ધારદાર રજૂઆતો કરવામાં આવતા ન્યાયમૂર્તિ વિપુલ એન પંચોલી દ્વારા ફરિયાદીની ગેરસમજના કારણે એફ.આઈ.આર નોંધાયેલ હોવાની નોંધ લઇ ફરિયાદીની સહમતિથી ક્રોસિંગ ગ્રાહ્ય રાખવામાં આવ્યું હતું.

હાઇકોર્ટમાં ધારદાર દલીલોમાં વકીલ ધ્રુવ ટોળીયા એ ન્યાય મૂર્તિ ને જણાવ્યું હતું કે આ આઇપીસી ૩૭૬ ની ફરિયાદમાં આરોપી રમેશભાઇ રૂપારેલીયા વિરુદ્ઘ પુરતા પુરાવાઓ પણ મળી આવેલા નથી જેની પણ ન્યાયમૂર્તિએ નોંધ લીધી હતી.

(12:11 pm IST)