Gujarati News

Gujarati News

News of Wednesday, 12th January 2022

માળીયામિંયાણા પોલીસે દેશી બંદૂક સાથે અલ્લારખા ભટ્ટીને ઝડપી લીધો

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા. ૧૨: માળિયા પોલીસ ટીમે વાડા વિસ્તારમાં કાચા રસ્તેથી એક ઈસમને હાથ બનાવટના દેશી તમંચા સાથે ઝડપી લીધો હતો.

મોરબી જીલ્લા એસપી સુબોધ ઓડેદરા અને ડીવાયએસપી અતુલકુમાર બંસલના માર્ગદર્શન હેઠળ માળિયા પોલીસ ની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન માળિયા ભટ્ટીની વાંઢમાંથી વાડા વિસ્તાર જવાના કાચા રસ્તેથી આરોપી અલ્લારખા તૈયબ ભટ્ટી (ઉ.વ.૨૩) રહે વાડા વિસ્તાર પાછળ માળિયા વાળાને સિંગલ બેરલ હાથ બનાવટનો દેશી તમંચો કીમત રૂ ૫૦૦૦ સાથે ઝડપી લઈને આરોપી વિરુદ્ઘ આર્મ્સ એકટ મુજબ કાર્યવાહી કરવામાં આવી છે

આ કામગીરીમાં માળિયા પીએસઆઈ એન એચ ચુડાસમા, ક્રિપાલસિંહ ચાવડા, વિશ્વરાજસિંહ ઝાલા, સંજયભાઈ રાઠોડ, મહેન્દ્રસિંહ ચુડાસમા, ભગીરથસિંહ ઝાલા અને યુવરાજસિંહ જાડેજા સહિતની ટીમ જોડાયેલ હતી.

(1:08 pm IST)