Gujarati News

Gujarati News

News of Wednesday, 12th January 2022

માંડવીના આમલી ડેમમાં હોડી પલટીઃ ૭ના મોતની આશંકાઃ બે મૃતદેહો મળ્યા

સુરત પાસેના ડેમમાં ગોઝારી ઘટના

બારડોલી, તા., ૧૨: માંડવી તાલુકાના આમલી ડેમમાં હોડી પલટતા સાત લોકોના મોત થયેલ. આ સાતેય લોકોના મૃતદેહોની શોધખોળ ફાયર બ્રીગેડ દ્વારા કરવામાં આવતા ર મહિલાઓના શબ મળ્યા હતા. જયારે બાકીના પાંચની શોધખોળ ચાલુ છે.

સુરતના માંડવીના દેવગીરી ગામની ૬ મહિલાઓ અને ૪ પુરૂષો સહીત ૧૦ લોકો ગઇકાલે બપોરે ઘાસ લેવા હોડીમાં બેસી આમલી ડેમના સરોવર પાસેથી પસાર થઇ રહયા હતા ત્યારે અચાનક હોડી પલટી ગયેલ અને તમામ લોકો ઉંડા પાણીમાં ડુબી ગયેલ.

હોડીમાં સવાર જીતેન્દ્ર વસાવા, લલીતા વસાવા અને દિબુ વસાવા તરીને સુરક્ષીત જગ્યાએ પહોંચી ગયેલ. પણ મીરાભાઇ, શકુબેન, મગનભાઇ, રાયકુબેન, પુનીયા, દેવનીબેન અને ગીમલીબેન પાણીમાં ડુબી ગયેલ. સ્થાનીકોએ ખબર પડતા ઘટના સ્થળે પહોંચેલ અને બચાવ કાર્ય શરૂ કરેલ. જેમાંથી બે મહિલાઓના મૃતદેહ મળી આવેલ.

(12:58 pm IST)