Gujarati News

Gujarati News

News of Wednesday, 12th January 2022

દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા માંથી ઝડપાયેલા ડ્રગ્સ પ્રકરણ : પાકીસ્તાન IMBLથી ડ્રગ્સ લાવનાર બોટના દસ્તાવેજ નકલી હોવાનુ ખૂલતા ખળભળાટ

રીમાન્ડ માટે 3 આરોપીઓને આજે સાંજે દ્વારકા કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૧૨ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નવેમ્બર મહિનામાં સલાયા માંથી ઝડપાયેલા ડ્રગ્સ પ્રકરણમા ફરી તપાસનો ધમધમાટ શરુ થયો છે.

     પાકીસ્તાન IMBL થી ડ્રગ્સ લાવનાર બોટ ના દસ્તાવેજ નકલી નીકળતા દ્વારકા પોલીસ દ્વારા  ઉંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે.સલીમ કારા, અલી કારા અને સલીમ જશરાયા ની રાજકોટ જેલમાંથી દ્વારકા પોલીસે કસ્ટડી મેળવી છે.

  રીમાન્ડ માટે 3 આરોપીઓને આજે સાંજે દ્વારકા કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે.આરોપીઓના રિમાન્ડ મળ્યાં બાદ ડ્રગ્સ કેસમાં હજુ નવા ખુલાસો થવાની શક્યતા છે.

(4:08 pm IST)