Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

ભાણવડ તાલુકાના એક પરિવાર દ્વારા હીજરત કરાઈ: ગાંધીનગર ખાતે ઉપવાસ આંદોલન કરશે

અગાઉ પરિવારના મોભીએ આત્મવિલોપનનો કર્યો હતો પ્રયાસ : ન્યાય ના મળતા સરકાર પ આક્ષેપ કર્યા હતા

ખંભાળીયા : ભાણવડ તાલુકાના એક પરિવારે હિજરત કરી હોવાના અહેવાલ મળે છે , આ પરિવાર રસ્તા બાબતે ચાલતા વિવાદથી કંટાળી હિજરત કરી હોવાનું જાણવા મળે છે આ પરિવારને વર્ષોથી જૂનો રસ્તા બાબતે વિવાદ ચાલી રહ્યો છે

 જાણવા મળ્યા મુજબ અગાઉ પણ જમીન મામલે પરિવારના મોભીએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો જ્યારે હોસ્પિટલમા સારવાર મેળવી હતી પરંતુ બાદમાં હજુ પણ કોઈ ન્યાય ન મળતા પરિવાર એ સરકાર પર અનેક આક્ષેપ કર્યા હતા
હીજરત કરેલ પરિવાર ગાંધીનગર ખાતે ઉપવાસ આંદોલન શરૂ કરશે તેવું જાણવા મળે છે

(9:13 pm IST)