Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

મોરબીના વવાણીયામાં ભૂપેન્‍દ્રભાઇ - સી.આર.પાટીલની ઉપસ્‍થિતિમાં પાટોત્‍સવ

૧૭મીએ રામબાઇમાની જગ્‍યામાં ધર્મોત્‍સવ : ભોજનાલય - સભાખંડ અતિથિ ભવન - ગૌશાળાનું ઉદ્‌ઘાટન કરાશે

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૧૧ : માળીયા (મી.) તાલુકાના વવાણીયા ગામમાં આવેલ રામબાઈમાંની જગ્‍યા ખાતે આગામી તા.૧૭ના રોજ સવારે ૯.૩૦ કલાકે ભોજનાલય-સભાખંડ-ગૌ શાળા લોકાર્પણ સમારોહ અને ૧૭મો પરંપરાગત પાટોત્‍સવ મહોત્‍સવ યોજાશે. આ કાર્યક્રમમાં મુખ્‍યમંત્રી, પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ સહિતના અગ્રણીઓના હસ્‍તે ભોજનાલય, સભાખંડ, ગૌશાળા, અતિથિ ભવનોનું લોકાર્પણ કરવામાં આવશે.
રામબાઈમાંની જગ્‍યા,વવાણીયા ખાતે પ્રવાસન વિભાગ,ગુજરાત સરકાર દ્વારા આશરે રૂ.૩ કરોડના ખર્ચે નિર્મિત થયેલ ભોજનાલય તથા સભાખંડના અદ્યતન બિલ્‍ડિંગનું લોકાર્પણ મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ અને પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ સી.આર.પાટીલના હસ્‍તે કરવામાં આવશે.તેમજ રામબાઈમાંની જગ્‍યા ટ્રસ્‍ટ દ્વારા નિર્માણ કરવામાં આવેલ અતિથિભવન-૧નું લોકાર્પણ પંચાયતમંત્રી બ્રિજેશભાઈ મેરજાના હસ્‍તે,અતિથિભવન-૨નું લોકાર્પણ પૂ.કે.મંત્રી તથા આહીર સમાજના પ્રમુખ જવાહરભાઇ ચાવડાના હસ્‍તે અને ગૌ શાળાનું લોકાર્પણ રામબાઈમાંની જગ્‍યા ટ્રસ્‍ટના ખજાનચી મેણંદભાઈ ડાંગરના હસ્‍તે કરવામાં આવશે.લોકાર્પણ સમારોહ સવારે ૯.૩૦ કલાકે યોજવામાં આવશે.જેમાં રાજકોટ સંસદ મોહનભાઇ કુંડારીયા,જામનગર સંસદ પૂનમબેન માડમ, રાજકોટ મેયર પ્રદીપભાઈ ડવ અતિથિ તરીકે ઉપસ્‍થિત રહેશે.
સવારે ૭.૩૦ કલાકે વાસ્‍તુયજ્ઞ,વ્‍યક્‍તિ વિશેષ સન્‍માન તથા અનુદાન આપનાર ભાવિકોનું સન્‍માન સવારે ૧૧ કલાકે કરવામાં આવશે.બપોરે ૧૧.૩૦ કલાકે મહાપ્રસાદ,બપોરે ૧૨.૧૫ કલાકે વસ્‍તુ યજ્ઞ પુર્ણાહુતી આરતી, સાંસ્‍કૃતિક કાર્યક્રમ સવારે ૯.૩૦ કલાક થી ૩.૩૦ કલાક સુધી યોજાશે.જેમાં ગાયક કલાકાર વિજયભાઈ હુંબલ, ગીગાભાઇ આહીર, મનીષભાઈ આહીર, સોનલબેન આહીર તથા નીતાબેન કાપડી હાજર રહેશે. સંધ્‍યા આરતી સાંજે ૬.૩૦ કલાકે અને સંધ્‍યા પ્રસાદ સાંજે ૭ કલાકે રખાયો છે.તેમજ રાત્રે ૧૦ કલાકે ભજન સંતવાણી જેમાં માયાભાઇ આહીર, બાબુભાઇ આહીર અને અપેક્ષાબેન પંડ્‍યા ભજનોની રસલ્‍હાણ પીરસશે.(

 

(10:31 am IST)