Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

ઉનામાં ૭ મહિના પહેલાની આંગડિયા લૂંટનો વધુ એક આરોપી ૭.૧૦ લાખની રોકડ સાથે ઝડપાયો

(નવીન જોષી દ્વારા) ઉના તાઃ ૧૧.  સાત મહિના પહેલા થયેલ આંગડીયા લૂંટના વધુ એક આરોપી પ્રકાશસિંહ રે. હિંમતનગરવાળાને ઉના પોલીસે પકડી પાડીને આરોપી પાસેથી ૧૦ હજાર રોકડા કબ્‍જે કર્યા છે. કુલ અત્‍યાર સુધી ૧૩ લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે.

ઉના શહેર ગત તા.૧૯ ઓકટોબરના રોજ એસ.ટી. બસ સ્‍ટેશનમાં દિવ-ભાવનગર એસ.ટી.બસમાં ઉનાના આંગડીયાના પાર્સલમાં હીરા, સોનાના દાગીના મળી રૂા.૬૦ લાખની લૂંટ કરી નાસી ગયેલ હતાં. પોલીસે એએસપી  ઓમપ્રકાશ જાટના ર્માગર્દશન હેઠળ (૧)મોૈલિકસિંહ તથા (ર) ભરતસિંહ (૩)            પ્રકાશસિંહ નાસતા ફરતા હતાં.

આ આરોપીને પકડવા જીલ્લા એએસપી ઓમ પ્રકાશ જાટએ ઉના પોલીસની સર્વેલન્‍સ ટીમ ઉત્તર ગુજરાત ખાતે મોકલેલ. પાટણ પોલીસ સાથે આશ્રય સ્‍થાને પહોંચી અંબાજી પોલીસ સ્‍ટેશનમાં સ્‍ટાફ સાથે વોચ રાખી પો.ઇન્‍સ્‍પેકટર ડી.વી.પટેલ તેમની ટીમે આરોપી પકડવા બનાસકાંઠા જીલ્લાનાં અંબાજી પોલીસ સ્‍ટેશન દ્વારા હિંમતથી આરોપી પ્રકાશસિંહ ચતુરસિંહ ઝાલા રે હિંમતનગર વાળાને પકડી ઉના લાવી આગવી પુછપરછ કરતાં તેમણે લુંટમાં મળેલ રોકડા રૂપીયા જુદા જુદા બેન્‍કોમાં પોતાના ખાતામાં જમા કરાવેલ તે પાંચ દિવસની રિમાન્‍ડ દરમ્‍યાન ઉનાના પોલીસ ઇન્‍સ્‍પેકટર એમ.યુ.મસી ત્‍થા સ્‍ટાફએ આરોપી પાસેથી રૂા. ર લાખ ૫૦ હજાર ત્‍થા તેના કહેવા મુજબ પ્રમાણે સાહેદો પાાસેથી રૂા.૪,૬૦,૦૦૦ ચાર લાખ સાંઇઠ હાજર મળી કુલ રૂા.૭ લાખ ૧૦ હજાર જેવી લુંટની મોટી રકમ કબજે કરી જીલ્લા ગીર સોમનાથ પોલીસને સફળતા મળી છે.

(2:24 pm IST)