Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

ગામના વિકાસ માટે સમસ્‍ત સમાજ આગળ આવે - વિધાનસભા અધ્‍યક્ષ ડો. નીમાબેન આચાર્ય

કચ્‍છના ડોણ ગામે ગામના દાતા દ્વારા સરકારી પ્રાથમિક શાળાનું પુનઃ નિર્માણ અને લોકાર્પણ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૨ : કચ્‍છના માંડવી તાલુકાના ડોણ ગામે ડોણ પ્રાથમિક શાળા ખાતે નવીનીકરણ કાર્યક્રમ વિધાનસભાના અધ્‍યક્ષાશ્રી ડો. નીમાબેન આચાર્યના અધ્‍યક્ષ સ્‍થાને યોજાઈ ગયો.

આ પ્રંસગે વિધાનસભા અધ્‍યક્ષ ડો. નીમાબેન આચાર્યએ જણાવ્‍યું હતું કે, આ જે વિદ્યા મંદિરનું નિર્માણ થયું છે એ ખુબજ પ્રશંશાને પાત્ર છે. અધ્‍યક્ષાશ્રી જે દાતાશ્રીઓ દ્વારા શાળાનું નવિનીકરણ કરવા માટે દાન આપ્‍યું છે તેમને વંદન કરી, જણાવ્‍યું હતું કે, સૌથી મોટુ દાન વિદ્યા દાન છે. ગામના વિકાસમાં સમસ્‍ત સમાજ ભાગીદાર બને તો ગામનો વિકાસ ખુબ જ ઝડપી થાય છે.

આ તકે તેમણે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીને યાદ કરતા કહ્યું કે, વર્તમાન સમયમાં જે રીતે મહિલાઓ આત્‍મનિર્ભર થઇ રહી છે તે આપણાં વડાપ્રધાનશ્રીના પ્રયાસોને લીધે શક્‍ય બન્‍યું છે. તેમણે બેટી બચાવો બેટી પઢાવો દ્વારા મહિલાઓને અગ્રિમતા આપીને સામાજીક વિકાસમાં ભાગીદાર બનાવ્‍યા છે. આ પ્રસંગે તેમણે દાતાશ્રીઓ અને ડોણ પ્રાથમિક શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને અભિનંદન આપ્‍યાં હતાં.ᅠᅠ

આ પ્રસંગે ગ્રામજનો અને દાતાશ્રીઓ દ્વારા રાજય વિધાનસભાના પ્રથમ મહિલા અધ્‍યક્ષ ડો. નીમાબેન આચાર્યનું ભવ્‍ય સન્‍માન કરવામાં આવ્‍યું હતું.ᅠ

આ પ્રસંગે તેમણે ડોણ ગામની ડોક્‍યુમેન્‍ટ્રી ડાયરીનું લોકાર્પણ કર્યું હતું અને રાજયકક્ષાનીᅠ કોન્‍ટેક્‍ટ ઇ-ડાયરીનું પણ લોકાર્પણ કર્યું હતુંᅠ

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પારુલ બેન કારાએ જણાવ્‍યું હતું કે માદરે વતનનો પ્રેમ જે દાતાઓ વરસાવી રહ્યાં છે તેમને ખૂબ ખૂબ શુભેચ્‍છા તેમણે વધુમાં જણાવ્‍યું હતું કે વિકાસની સાથે સાથે આપણી સંસ્‍કૃતિ અને સંસ્‍કારનું રક્ષણ જરૂરી છે અને તે માટે આપણે હંમેશા પ્રયત્‍નો કરવા જોઈએ.

સમગ્ર કાર્યક્રમનું સંચાલનશ્રી વિશ્રામભાઈ ગઢવી અને શ્રીવિક્રમસિંહ પઢીયાર દ્વારા કરવામાં આવ્‍યું હતું. કાર્યક્રમની આભારવિધિશ્રી તરલાબેન છેડાએ કરી હતી.

આ પ્રસંગે શાળાના સંપૂર્ણᅠ નૂતનીકરણના દાતાશ્રી જયંતભાઈ સામજીભાઈ છેડા તેમજᅠ પરિવાર સભ્‍યો હાજર રહ્યાં હતાંᅠ ᅠ ᅠ ᅠ ᅠ

ᅠઆ પ્રસંગે જિલ્લા પંચાયત કારોબારી ચેરમેનશ્રી મહેન્‍દ્રભાઇ ગઢવી, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેનશ્રી જયાબેન પટેલ, જિલ્લા પંચાયત સામાજીક ન્‍યાય સમિતિ ચેરમેનશ્રી કેશવજીભાઇ રોશીયા, જિલ્લા પંચાયત સદસ્‍યશ્રી ગંગાબેન સેંઘાણી, માંડવી તાલુકા ઉપ પ્રમુખશ્રી રાજેન્‍દ્રસિંહ જાડેજા, માંડવી તાલુકા પંચાયત ન્‍યાય સમિતી ચેરમેનશ્રી ઝવેરબેન ચાવડા, તાલુકા પંચાયત સદસ્‍યશ્રી જશુબેન પટેલ, જિલ્લા શિક્ષણ અને તાલિમ ભવન આચાર્યશ્રી સંજયભાઈ ઠાકર, તાલુકા શિક્ષણ અધિકારી કમલેશભાઈ કટારીયા તાલુકા વિકાસ અધિકારી વી.બી.ગોહિલ, ક્‍ચ્‍છ જીલ્લા પ્રાથમિક શિક્ષણસંઘના પ્રમુખશ્રી નયનસિંહ જાડેજા, માંડવી તાલુકા પ્રાથમિક શિક્ષણસંઘના પ્રમુખશ્રી આશાભાઈ રબારી, ડોણ-રાજડા જુથ ગ્રામપંચાયતના સરપંચશ્રી મંજુલાબેન મારૂ, ડોણ પ્રાથમિકᅠ શાળાના આચાર્યશ્રી સૌરભભાઇ છાડવા, ડોણ મહાજનના ટ્રસ્‍ટીશ્રી કિરણભાઈ, અગ્રણી સર્વશ્રીᅠ અશોકભાઈ,અરવિંદભાઈ, પરાગભાઈ, વિપુલભાઈ,વસંતભાઈ ગઢવી, રામશીભાઈ ગઢવી, મનુભા જાડેજા, ડોણ પ્રાથમિક શાળાના ભૂતપૂર્વ આચાર્યશ્રી અમિતભાઈ, જયોતેશ્વરધામનાશ્રી રવિગીરીબાપુ,કોડાયનાᅠ રાણશીભાઈ ગઢવી, શીરવા સરપંચશ્રી પરેશભાઈ ભાનુશાલી, અગ્રણીશ્રી મનોજભાઈᅠ મકડાણી, મનસુખભાઈ મારૂ, રફિકભાઇ રાયમા શિક્ષણગણો તેમજ ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યાં હતાં.

(10:10 am IST)