Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

કોબ્રા કરતાં પણ કાતિલ ‘કોમનક્રેટ'ના દંશથી બેભાન ૮ વર્ષના બાળકને ૭ દિવસની ઘનિષ્‍ઠ સારવાર બાદ બચાવી લેવાયો

ભુજની સરકારી હોસ્‍પિટલના તબીબોની મહેનતથી મળ્‍યું નવજીવન

(ભુજ) કોબ્રા કરતા પણ ઝેરી ગણાતા ‘કોમન કેટ' સર્પના દંશથી બેભાન થયેલા ૮ વર્ષના બાળકને ૭ દિવસની આઈ.સી.યુ. જેવી ઘનિષ્ઠ સારવાર આપી અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્‍પિટલમાં બચાવી લેવાતા બાળરોગ વિભાગે વધુ એક સિધ્‍ધી હાંસલ કરી છે.ᅠ

જી.કે. જનરલના બાળરોગ વિભાગના હેડ ડો. રેખાબેન થડાની અને રેસિ.ડો. કરણ પટેલે કહ્યું કે, ભુજના ૮ વર્ષીય ધ્રુવના ગળાને સવારે ૩.૩૦ વાગ્‍યે જમીન ઉપર સૂતો હતો ત્‍યારે સાપે ગળામાં ડંખ માર્યો. તાત્‍કાલિક હોસ્‍પિટલમાં લાવવામાં આવ્‍યો ત્‍યારે બાળકના તમામ લક્ષણો નોર્મલ હતા છ્‍તા સાપ કરડવાના પ્રોટોકોલ મુજબ તમામ સારવાર શરૂ કરી. પરંતુ, એક કલાક પછી સાથે પોતાનું ઝેરી સ્‍વરૂપ છતું કર્યું. જેમ જેમ સમય વીતતો ગયો તેમ બાળકના પાંપણ ઢાળવા લાગ્‍યા. (ટોસિસ), શ્વાસ રૂંધાવા લાગતાં બેભાન થઈ ગયું.ᅠ

આવી પરિસ્‍થિતિમાં ઝેર સંપૂર્ણપણે મગજમાં પ્રસરે તે પહેલા જ પીડિયા ટીમે સારવાર સાથે ધ્રુવને વેંટીલેટર ઉપર મૂક્‍યું. છતાં સુધારો ન જણાતા ભારે ઈંજેકશનો આપવાની નોબત આવી અને સારવારનું સ્‍તર વધાર્યું. અને વેંટીલેટર ઉપર મૂક્‍યું. ઝેરની અસરનો અભ્‍યાસ કરતાં પીડિયા ટીમને લાગ્‍યું કે, બાળકને માત્ર સાપ જ નહીં પણ કોબ્રા કરતાં ખતરનાક ‘કોમન કેટ' નામનો સર્પ કરડયો છે. આ ભારે ઈંજેકશનોની અસર વર્તાઇ. સુધારો થયો. પછી ક્રમશઃ વેંટીલેટર બાદ સિમ્‍પલ ઓક્‍સિજન અને બાળક મોઢેથી ખોરાક લેતું થયું. પછી આઈ.સી.યુ. માથી મુક્‍ત કરી તબીબી ટીમને લાગ્‍યું કે, બાળક ન્‍યૂરોલોજિકલ સ્‍વસ્‍થ છે.પછી ૭ દિવસે રજા આપવામાં આવી. આ સારવારમાં બાળરોગ વિભાગના ડો.લાવણ્‍યા પુસ્‍કરન પણ જોડાયા હતા.ᅠ

કોમન ક્રેટ એક ઘાતક સાઈલેંટ કિલરᅠᅠ

ᅠ ᅠ કોમનક્રેટ એ ભારતની ચાર ઝેરીલી પ્રજાતિ પૈકીનું એક છે. જે મોટાભાગે ભારતીય ઉપમહાદ્વીપમાં જોવા મળે છે. તેને બ્‍લ્‍યુ ક્રેટ અથવા ઇન્‍ડિયન ક્રેટ પણ કહેવાય છે. જે કાળા અને નીલા રંગનો હોય છે. અને ૪૦ જેટલા વચ્‍ચે સફેદ ગોળ પટ્ટા હોય છે. આ સાપને કોમન ક્રેટ ઘાતક સાયલન્‍ટ કીલર કહે છે.

(10:58 am IST)