Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

ધ્રોલ માર્કેટિંગ યાર્ડ ખાતે સરકાર દ્વારા ટેકાના ભાવે ચણાની ખરીદીમાં ૯૨ ટકા ખેડુતો દ્વારા વેંચાણ

ધ્રોલ, તા.૧૨: ધ્રોલ માર્કેટિંગ યાર્ડ ખાતે ૧ માર્ચથી સરકાર દ્રારા ટેકાના ભાવે ચણાની ખરીદીનું કેન્‍દ્ર ધ્રોલ માર્કેટિંગ યાર્ડ ખાતે રાખવામાં આવ્‍યુ હતુ... ધ્રોલ માર્કેટિંગ યાર્ડના કેન્‍દ્ર રાખવામા આવ્‍યુ ગુજરાત સરકાર દ્વારા ટેકાના ભાવે ચણાનો મબલક પાક હોય જેની ટેકાના ભાવે ખરીદીમાં ધ્રોલમાં કુલ ૮૭૯૫ ખેડુતોએ ચણાની રજીસ્‍ટ્રેશન તરીકે નોંધણી થઈ હતી... જેમા ૮૧૦૯ જેટલા ખેડુત એ ટેકાના ભાવે ચણા નાખ્‍યા હતા.. હવે બાકી માત્ર ૨૬૦ જેટલા ખેડુતના નોંધણી પ્રમાણે બાકી રહ્યા છે.. ધ્રોલમાં ટેકાભાવે ચણાની ખરીદીમાં એક દિવસમાં યાર્ડના મેદાનમાં વ્‍યવસ્‍થા પ્રમાણે ખેડુતને મેસેજ દ્વારા જાણ કરીને બોલાવામાં આવે છે.(તસ્‍વીર, અહેવાલઃ સંજય ડાંગરઃ ધ્રોલ)

(10:11 am IST)