Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

ભુજમાં મધરાતે ખૂન : પૈસાની લેતી દેતીમાં ઢીમ ઢાળી દેવાયું

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૨ : ભુજમાં પૈસાની લેતીદેતીમાં મધરાતે થયેલ ખૂનના બનાવે ચકચાર સર્જી છે.

પોલીસની દોડધામ અને કાર્યવાહી વચ્‍ચે મળતીᅠ માહિતી મુજબ આત્‍મારામ સર્કલ પાસે પ્રવીણ ગોસ્‍વામી નામના બાવાજી યુવક ઉપર છરી વડે હુમલો કરાયો હતો. ઘાયલ પ્રવીણ ગોસ્‍વામીનું સારવાર દરમ્‍યાન મોત નિપજયું હતું. હુમલો જુસબ સિદ્દીક ગગડા નામના ઈસમે કર્યો હોવાનું જાણવા મળ્‍યું છે. દરમ્‍યાન હત્‍યાના બનાવને પગલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(10:13 am IST)