Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

ભાણવડમાં ડાઇવર્ઝન પરથી મગફળી ભરેલુ આઇસર પુલ પરથી નદીમાં ખાબકયું : ડ્રાઇવર અને ક્‍લીનરનો ચમત્‍કારી બચાવ

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૧૧ : દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડના રણજીતપરા વિસ્‍તારમાં આઈસર ટ્રક ફુલકુ નદીમાં ખાબકયો હતો.

બાયપાસ રોડનું કામ ચાલુ હોવાથી ડાઈવર્ઝન પર મગફળી ભરેલું આઈસર પુલ પરથી નદીમાં ખાબકયું હતું. જેના કારણે દોડધામ મચી ગઇ હતી. જોકે આઈસર ટ્રકના ડ્રાઈવર અને ક્‍લીનરનો ચમત્‍કારી બચાવ થયો હતો.

(11:48 am IST)