Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

ગોંડલના દેરડી(કુંભાજી) ગામે શ્રી દૂધેશ્વર મહાદેવના સાનિધ્‍યમાં ભવ્‍ય ત્રિદિવસીય ધાર્મિક મહોત્‍સવ

(નરેશ શેખલીયા દ્વારા) ગોંડલ તા. ૧૨ : ગોંડલના દેરડી (કુંભાજી) ગામે બિરાજતા દયાળુ દુધેશ્વર દાદાના ૨૪૩માં પ્રાગટ્‍ય દિવસ તથા શ્રી દુધેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોદ્ધાર નિમિતે તારીખ ૧૪/૫/૨૨થી તારીખ ૧૬/૫/૨૨ સુધી ત્રિદિવસીય ધાર્મિક મહોત્‍સવનું આયોજન કરવામાં આવેલ છે.

આ પ્રસંગે તારીખ ૧૪/૫/૨૨ મહારૂદ્ર યજ્ઞ પ્રારંભ તથા સાંજના સમુહ રાસનું આયોજન તારીખ ૧૫/૫/૨૨ના રોજ મહારૂદ્ર યજ્ઞ તેમજ સાંજના ૯.૦૦ કલાકે દાતાશ્રીઓનું સન્‍માન તેમજ ભવ્‍ય સંતવાણીનો કાર્યક્રમ રાખેલ છે.તારીખ ૧૬/૫/૨૨ના યજ્ઞ તેમજ સાંજના દેરડી(કુંભાજી) ગામ તેમજ આમંત્રિત મહેમાનોનું મહાપ્રસાદનું આયોજન કરેલ છે.

આ ધાર્મિક કાર્યક્રમને સફળ બનાવવા શ્રી દુધેશ્વર મહાદેવ મંદિર ચેરીટેબલ ટ્રસ્‍ટ તથા ગામના સેવાભાવી મંડળો તથા સમસ્‍ત દેરડીના ગ્રામજનો જહેમત ઉઠાવી રહ્યા છે. આ પ્રસંગે તમામ ધર્મપ્રેમી ભક્‍તોને પધારવા શ્રી દુધેશ્વર મહાદેવ મંદિર ચેરીટેબલ ટ્રસ્‍ટ દેરડી(કુંભાજી) તથા સમસ્‍ત દેરડી(કુંભાજી) ગ્રામજનો તરફથી હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવે છે.

(1:24 pm IST)