Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

સાવરકુંડલા તાલુકાના જીરા ગામે મંજુર થયેલ દવાખાનાનું કામ શરૂ કરોઃ સરપંચની માગણી

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા.૧૨: તાલુકાના જીરા ગામે મંજુર થયેલ દવાખાનાનું કામ તાત્‍કાલીક શરૂ કરવા સરપંચ ᅠદક્ષાબેન ચોડવડીયાએ માગણી કરેલ છે.

સાવરકુંડલાના જીરા ગામના સરપંચ સરપંચ દક્ષાબેન ધર્મેશભાઈ ચોડવડિયા એ જણાવેલ હતું કે ૨૦૨૦ની સાલમાં ૧ કરોડ અને ૨૫ લાખના ખર્ચે આરોગ્‍ય વિભાગ દ્વારા દવાખાનું પોસ્‍ટમોટમ રૂમ અને એમ્‍બ્‍યુલન્‍સ રૂમવાળું બનાવવા માટે મંજુર થયેલ છે છતાં પણ આજે બે બે વર્ષ જેવો સમય થવા આવ્‍યો પરંતુ આરોગ્‍ય તંત્ર દ્વારા દવાખાનું બનાવવા નું કામ શરૂ કરવા માં આવેલ નથી જીરા ગામે દવાખાનું બનાવવા માટે જમીનની ફાળવણી પણ કરવામાં આવી ગયું છે છતાં પણ આરોગ્‍ય વિભાગ દ્વારા દવાખાનું બનાવવામાં વિલંબ શા માટે કરવામાં આવે છે તે નથી સમજાતું જીરા ગામ માં હાલ આરોગ્‍ય ની જોવે તેવી સેવા સુવિધા અને સવલતો મળતી નથી તેના કારણે જીરા ગામ જનો ને સાવરકુંડલા અથવા અમરેલી જવા પડે છે તેમ લોકોને આર્થિક અને સમય ભોગ બનવુ પડે છે એટલે ગામજનોની મુશ્‍કેલીઓ નો હલ કરવા જીરા ગામમાં તાત્‍કાલિક દવાખાનું બનાવવામાં આવે તેવી અંતમાં દક્ષાબેન ચોડવડીયા એ માગ કરી છે.

(10:15 am IST)