Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

રાજ્‍યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજીભાઇ પટેલ ચાર દિવસ જામનગર જિલ્લાના પ્રવાસે

સર્કિટ હાઉસ ખાતે લોકસંપર્ક યોજશે તેમજ ધી જામનગર જિલ્લા કો-ઓપરેટીવ બેંકની બોર્ડ મીટીંગમાં હાજરી આપશે

જામનગર તા.૧૨ : આજે તા.૧૨ મે ગુરૂવાર થી તા.૧૫ મે રવિવાર સુધી રાજયના કૃષિ-પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલ જામનગર જિલ્લાના પ્રવાસે છે.

જેમાં તેઓ તા.૧૩ના રોજ  ૧૧.૩૦ કલાકે ધી જામનગર જિલ્લા કો-ઓપરેટીવ બેંક લીની બોર્ડ મિટિંગમાં હાજરી આપશે અને બપોરે ૦૨.૦૦ કલાકે તેમજ તા.૧૪ના રોજ ૧૦.૦૦ કલાક થી ૦૫.૦૦ કલાક સુધી જામનગર સર્કિટ હાઉસ ખાતે લોકસંપર્ક યોજશે.

જેમાં મંત્રીશ્રી જિલ્લાના લોકોની મુલાકાત લઇ લોકોના પ્રશ્નોના નિરાકરણ અર્થે રૂબરૂ સંવાદ કરશે. તેમજ અન્‍ય સામાજિક તેમજ ધાર્મિક કાર્યક્રમોમાં મંત્રીશ્રી ઉપસ્‍થિત રહેશે.(૨૧.૭)

 

 

 

 

 

 

 

ભાવનગરમાં જન્‍મ દિવસની પાર્ટીમાં મિત્રનું ખુન કરનાર મિત્રને આજીવન કેદ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૧૨ : ભાવનગરમાં એકાદ વર્ષ પૂર્વે જન્‍મદિવસની પાર્ટીમાંᅠ મિત્રો વચ્‍ચે ઝઘડો થતાં એક મિત્રના હાથે બીજા મિત્રની હત્‍યા થઈ હતી. આ અંગે કોર્ટે મિત્રની હત્‍યા કરનાર મિત્રને આજીવન કેદની સજા ફટકારી છે.

બનાવની વિગત એવી છે કે તા .૨૭ / ૬ / ૨૧ ના રોજ ગોપાલ ઉર્ફે ડોંગર જીતુભાઈ લાલજીભાઈ રાઠોડ ઉ.વ .૨૭ રહે. પ્રભુદાસ તળાવ, મફતનગર, ભાવનગરવાળાનુ ખુન કરવા સબબ આરોપી વિશાલ ઉર્ફે લાંબોᅠ મુળજીભાઈ ગોહેલને રહે. પાનવાડી ભાવનગર, આ કામના ફરીયાદી રંજનબેનᅠ જીતુભાઈ લાલજીભાઈ રાઠોડના ભાઈ મરણજનાર ગોપાલ ઉર્ફે ડોંગરᅠ જીતુભાઈ લાલજીભાઈ રાઠોડનો જન્‍મ દિવસ હોય તેની ઉજવણી કરવા મરણજનારના મિત્રો ફરીયાદીના સોનીબજાર, શેરડીપીઠના ડેલાની પાછળના ભાગે આવેલ હિંમત પુરી શાકવાળાની નજીક, ચકુ મહેતાની ખડકી વાળી શેરીમાં આવેલ મકાનમાં ભેગા થયેલ, ઉજવણી કરી મિત્રો પૈકી થોડા મિત્રો જતા રહેલ અને થોડા મિત્રો રોકાયેલ જેમા આરોપી વિશાલ ઉર્ફે લાંબોᅠ મુળજીભાઈ ગોહેલ રોકાયેલ હતા.

મરણજનાર તથા આરોપી વચ્‍ચે કોઈ બાબતે બોલાચાલી ઝગડો થતા ગાળા ગાળી કરતા ઘરની બહાર જાહેર રસ્‍તા પર આવતા આરોપીએ મરણજનારને આડેધડ છરીના ઘા મારી , ગંભીર ઈજા કરેલ અને વચમાં પડતા ઈજા પામનાર પ્રકાશ ઉર્ફે હરકતને છરીનો ઘા મારી દિધેલ. આરોપી દ્વારા મરણજનારને ગંભીર ઈજા પહોંચાડી મોત નિપજાવેલ. આ આ બનાવ અંગે ફરીયાદી રંજનબેનᅠ જીતુભાઈ લાલજીભાઈ રાઠોડ ગંગાજળીયા પો.સ્‍ટે.માં ફરીયાદ નોંધાવી હતી. જે કેસ અત્રેની સેશન્‍સ અદાલતશ્રી આર.ટી.વચ્‍છાણી ની કોર્ટમા ચાલી જતા જીલ્લા સરકારી વકીલશ્રી મનોજભાઈ જોષીની દલીલો તથા ૧૮ સાહેદોના મૌખિક પુરાવાઓ અને ૪૩ દસ્‍તાવેજી પુરાવાઓને ધ્‍યાને લઈ સેશન્‍સ જજ આર.ટી.વચ્‍છાણી આરોપીને આજીવન કેદ તથા દંડની રકમ કુલ રૂપીયા ૧૩૧૦૦ ચુકવવાનો હુકમ ફરમાવેલ છે.

(10:17 am IST)