Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

જામવણથલીમાં બંધ રેલ્‍વે સ્‍ટોપ ફરી શરૂઃ પૂર્વ સરપંચની મહેનત રંગ લાવી

(મુકેશ વરીયા દ્વારા)ફલ્લા,તા. ૧૨: જામનગર તાલુકામાં વણથલી ગામે કોરોનાકાળ દરમિયાન બંધ પઠેલ બે ટ્રેનો સ્‍ટોપ ફરી શરૂ કરવા માટે અગાઉ અવારનવાર લેખીત તથા મૌખિક રજૂઆતો કરી હતી.

છતાં રેલ્‍વે તંત્રે ધ્‍યાન ન આપતા છેવટે જામવણથલીના માજી સરપંચ અને સામાજિક આગેવાન ભુરાલાલ પરમારે આત્‍મવિલોપનની ચિમકી આપતા અધિકારીઓએ બંને ટ્રેનનો સ્‍ટોપ આપવાની ખાતરી આવ્‍યા બાદ આ બંને ટ્રેનોનો સ્‍ટોપ મળતી જામવણથલી સ() વીસ ગામોની પ્રજામાં આનંદ જોવા મળે છે.

સામાજીક કાર્યકરનુ તથા રેલ્‍વેના અધિકારીઓને અભિનંદન પાઠવેલ છે. આમ માજી સરપંચ ભુરાભાઇ પરમારની મહેનતે સફળતા અપાવી છે.

(10:18 am IST)