Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

જૂનાગઢ જિલ્લામાં ખેડૂતોને ટ્રેકટર ખરીદવા ૧૧૨૧ લાખની સહાય ચૂકવાઇ

જૂનાગઢ તા.૧૨: કૃષિ યાત્રીકરણને વેગ આપવા રાજય સરકાર દ્વારા ખેડૂતોને ટ્રેકટર ખરીદવા માટે રૂ.૬૦ હજાર સુધી સબસીડી આપવામાં આવે છે. જૂનાગઢ જિલ્લાનાં ખેડૂતોને વર્ષ ૨૧-૨૨ માં કુલ રૂ.૧૧૨૧.૮૫ લાખની સબસીડી સરકાર દ્વારા ચૂકવવામાં આવી છે. સબસીડી ખેડૂતોના બેંક ખાતામાં સીધીજ જમાં કરવામાં આવે છે.

જિલ્લા પંચાયત ખેતિવાડી શાખા દ્વારા આઇ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાથી ખેડૂતોને ટ્રેકટર ખરીદવા સહાય ચૂકવવામાં આવે છે. ૪૦ એચ.પી. થી વધુ ક્ષમતાવાળા ટેકટર માટે રૂ.૬૦ હજાર અને ૪૦ એચ.પી.થી ઓછી ક્ષમતાવાળા ટેકટર માટે રૂ.૪૫ હજાર સહાય આપવામાં આવે છે.

ખેડૂતોની આવક બમણી કરવા સાથે ખેતી ખર્ચમાં ઘટાડો કરવા તેમજ આધૂનિક ખેતી માટે રાજય સરકાર દ્વારા ખેડૂતોને ટ્રેકટર ખરીદવા પ્રોત્‍સાહન આપવામાં આવે છે. ટ્રેકટર ઉપરાંત કલ્‍ટીવેટર,ચાપ કટર,પ્‍લાઉ, પશુ સંચાલીત વાવણીયો, રોટાવેટર, હેરો, પાવર થ્રેસર ખરીદવા પણ ગત વર્ષે - થી ૧૫.૬૩ લાખની સબસીડી ચૂકવવામાં આવી હોવાનું જિલ્લા પંચાયત ખેતીવાડી શાખા દ્વારા જણાવાયું છે. તમામ સહાય આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી બાદ ડ્રો સીસ્‍ટમથી સીધીજ ખેડૂતોના ખાતામાં જમાં કરવામાં આવે છે.

(10:33 am IST)