Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

ભાવનગરનાં મોહિત ગોહિલનું બગોદરા પાસે અકસ્‍માતમાં મોત

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર,તા. ૧૨ : અમદાવાદ-બગોદરા રોડ પર ભામદરા નજીક પુર ઝડપે જઇ રહેલ ઇકો કાર રસ્‍તા પર બંધ હાલતમાં ઉભેલા ટ્રક સાથે ધડાકાભેર અથડાતાં અકસ્‍માત સર્જાયો હતો.

ઇકો કારમાં બેઠેલા ભાવનગર શહેરમાં વડવા વિસ્‍તારમાં રહેતા મોહિતભાઇ ગોહિલ (ઉવ.૩૮)નું મોત નિપજ્‍યુ હતું. બનાવની જાણ થતા ભાવનગરથી મૃતક યુવાનનો પરિવાર બગોદરા દોડી ગયો હતો.

(1:29 pm IST)