Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

ઉના પાસે મારૂતીના ચોરખાનામાં દારૂની ૫૩ બોટલો

છુપાવીને લઇ જતા રાજકોટના ૩ શખ્‍સો ઝડપાયા

(નવીન જોષી દ્વારા) ઉના,તા. ૧૨: પોલીસે મારૂતિ મોટરકારનો ચોરખાનામાં છુપાવેલી ઇંગ્‍લીશ દારૂની ૫૩ બોટલ સાથે રાજકોટ પંથકનાં ૩ શખ્‍સોને મોટરકાર સહિત રૂા. ૩ લાખ ૨૯ હજાર ૩૫ રૂપિયાના મુદ્દામાલ સાથે પોલીસે પકડી પાડયા હતા

ગીર સોમનાથ જીલ્લાના પોલીસ વડા મનોહરસિંહ જાડેજા અને એએસપી અમોપ્રકાર જાટની સુચનાથી ઉનાના પોલીસ ઇન્‍સ્‍પેકટર મસીઝીના  માર્ગદર્શન હેઠળ મહિલા પી.એસ.આઇ લાખણોત્રા સર્વેલન્‍સ સ્‍ટાફ પી.પી.બાંભણીયા, નીલેશભાઇ છગનભાઇ પો.કો.ભીખુભા બચુશા તથા સ્‍ટાફે દેલવાડા રોડ ઉપર દિવ-ધોધલા તરફથી આવતી મારૂતી સ્‍વીફટ વી.ડી.આઇ મોટરકાર રોકાવી કાર નંબર જીજે-૦૧-આરઆઇ૩૫૩૦માં મોટરની ડેકીમાં ચોરખાનું બનાવી તેમાં છુપાવેલ બોટલ નંગ ૫૩, રૂા. ૨૯,૦૩૫ તથા ૩ લાખની મોટર મળી કુલ ૩,૨૯,૦૩૫ મુદ્દામાલ સાથે ભીખા ભાદાભાઇ મુંગરા (૫૦ વર્ષ) રે.નાના મવા જી.રાજકોટ  જીતેન્‍દ્ર દેવીદાસભાઇ નીમાવત (ઉવ.૪૬) રહે રાજકોટ  તથા  પ્રકાશ હરીભાઇ પટેલ (૪૫) રહે. મવડી જી. રાજકોટ વાળાને પકડી ઉના લાવી ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી.

(11:27 am IST)