Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

સોમનાથના ગોરખમઢી હાઇ-વે પર આવેલ રૂખડાનું વૃક્ષ બન્‍યુ આસ્‍થાનું કેન્‍દ્ર

(મીનાક્ષી ભાસ્‍કર વૈદ્ય)   પ્રભાસ પાટણ તા.૧૨: સોમનાથ મંદિર થી ૧૫ કી.મી.દુર ગોરખમઢી ગામના પાદરના હાઇ-વે પર વરસો જૂનુ રૂખડાનું વૃક્ષ આવેલ છે.  જે અંદાજે ૧૯ ફુટથી વધુ ઘેરાવો ધરાવે છે.

આફ્રિકન વનસ્‍પતિની પ્રજાતિનું આ વૃક્ષ પ્રાચીન કાળમાં કલ્‍પવૃક્ષ તરીકે પણ ઓળખાતું હતું આયુર્વેદિક ર્દષ્‍ટિએ આ વૃક્ષનું મહત્‍વ છે. લીલી સહેજ ચળકતી છઁાલમાં એડીસીનને નામનું કડવું તત્‍વ હોય છે. જે તાવના નિવારણ માટે ઉપયોગી છે. તેના ફળના ગરનો ઉપયોગ આરોગ્‍ય રક્ષામાં પણ થાય છે.

ભારતમાં ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળતા આ વૃક્ષનું સાંસ્‍કૃતિક અને ધાર્મિક મહત્‍વ હોવાથી લોકો માટે આસ્‍થાનું કેન્‍દ્ર બન્‍યું છે.લોકો દર્શને શ્રીફળ વધારે છે. ગોરખનાથ મંદિરના મહંત મહેશગીરીના તથા પુજારી રાજેષનાથજીના કહેવા મુજબ આ ઝાડ વરસોથી અડીખમ ઊભુ છે. જેના પેટાળમાં પાણી હોવાની પણ માન્‍યતા છે.

(11:27 am IST)