Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

મુળી પંથકમાં પાણી ચોરી સામે પગલા

વઢવાણ, તા. ૧ર : રાજકોટ રેન્‍જના નાયબ પોલીસ મહાનીરીક્ષક સંદીપ સિંઘ સુરેન્‍દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી હરેશ દુધાત જીલ્લામાં બનતા પાણી ચોરી અટકાવવા તથા ગે.કા.પ્રવળત્તિ અટકાવવા માટે અસરકારક/પરીક્ષાલક્ષી કામગીરી કરવા સુચના કરેલ હોય જે અંગે નાયબ પોલીસ અધિક્ષક એચ.પી.દોશી સાહેબ સુ.નગર ડીવીઝન નાઓએ મુળી પોલીસ સ્‍ટેશનના પોલીસ સબ ઇન્‍સ્‍પેક્‍ટર એચ.જી.ગોહીલ તથા જી.પી.જાડેજાને પરીણામલક્ષી કામગીરી કરવા માર્ગદર્શન આપેલ. તાજેતરમાં ઉનાળાની સીઝન ચાલુ હોય અને લોકોને પાણી માટે વલખા મારવા પડતા હોય અને સામાજીક જીવન નિર્વાહ ચલાવવ લોકોને પુરતા પ્રમાણમા પાણી મળી રહે તે હેતુસર સરકારશ્રીએ પાણી ચોરી અટકાવવા ગાઇડ લાઇન આપેલ હોય જે આધારે મુળી તાલુકામાંથી પ્રસાર થતી પાણીની પાઇપ લાઇન નિકળતી હોય જેથી એકઝીકયુટીવ મેજી. શ્રી મુળી ની ટીમ તથા ધરતી એન્‍જિનીયર્સ અમદાવાદની ટીમ તથા મુળી પોલીસ સ્‍ટેશનના પો.સબ.ઇન્‍સ.એચ.જી.ગોહીલ તથા જી.પી.જાડેજા પોલીસ સ્‍ટાફ દ્વારા સંયુક્‍ત પેટ્રોલીંગ હાથ ધરવામા આવેલ હતુ

દરમ્‍યાન દાણાવાડા તથા ખાટડી તથા રામપરડા ગામની સીમમાંથી પસાર થતી પીવાના પાણીની પાઇપલાઇનમાં ના એરવાલ્‍વ માથી ગેરકાયદેસર કનેક્‍શનો લઈ પીવાના પાણીનો સિંચાઈ માટે ઉપયોગ કરી પાણીનો બગાડ કરી ખેતી માટે પાણી ચોરી કરી તેમજ લાઇનને નુકશાન કરેલ હોવાનું ધ્‍યાને આવતા સ્‍થળ તપાસણી રોજકામ કરી જયપાલભાઇ રમેશભાઇ બારડ વાળંદ ઉ.વ.૨૭ ધંધો-પ્રા.નોકરી રહે.પાટણા ભાલ તા.વલભીપુર જી.ભાવનગર વાળાએ લેખીત ફરીયાદ આપતા મૂળી પો.સ્‍ટે. ગુ.નં. ૧૧૨૧૧૦૩૫૨૨૦૧૧૭/૨૦૨૨ ઇ.પી.કો.કલમ ૪૩૦ તથા ધી પ્રિવેન્‍સન ઓફ ડેમેજીસ ઓફ પબ્‍લીક પ્રોપર્ટી એકટ

કલમ-૩ મુજબનો ગુન્‍હો દાખલ કરી  આરોપીઓ(૧)ભીખાલાલ જગજીવનભાઈ(૨)જીતેન્‍દ્રભાઈ દલપતભાઈ પારધી (૩) રણછોડભાઈ મશરૂભાઈ, (૪) ભાથાભાઈ મોહનભાઈ (૫) ઈશ્વરભાઈ વિઠ્ઠલભાઈ પટેલ (૬) મયુરભાઈ દ્વારા સંચાલિત ગૌશાળા (૭) પ્રતાપભાઈ હાથીભાઈ ભાંભળા રહે.રામપરડા (૮) વનરાજસિંહ પ્રતાપસિહ રાણા રહે ખાટડી (૯) જયદેવસિંહ પ્રવિણસિંહ રાણા રહે.ખાટડી સામે તપાસ હાથ ધરી છે.

(11:27 am IST)