Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

કાલે બોટાદના નાગનેશધામમાં ‘વિરવંદના અને પાળીયા' સંસ્‍કૃતિ વિષયક તજજ્ઞો માર્ગદર્શન આપશે

વાંકાનેર,તા. ૧૨ : મોટા રામજી મંદિર નાગનેશધામ, ગામ નાગનેશ, તાલુકો રાણપુર, જી.બોટાદ ખાતુ પ્રાણ-પ્રતિષ્‍ઠા એવમ રામ મહાયાગ તા. ૮થી તા. ૧૪ સાત દિવસીય ૧૦૯ કુંડીયરામમહાયાગ ખાતે ભવ્‍યતાતિ ભવ્‍ય રામજી મંદિર બનાવેલ છે. તેના મહંતશ્રી મહામંડલેશ્વર ૧૦૦૮ મહંતશ્રી પતિત પાવનદાસજી (ત્‍યાગી)ના સાનિધ્‍યમાં પાવન મહોત્‍સવ ચાલી રહ્યો છે.

જેમાં કાલે તા.૧૩ શુક્રવારે સવિશેષ કાર્યક્રમ જે ગુજરાતમાં સર્વ પ્રથમવાર ‘વિરવંદના અને પાળિયા-સંસ્‍કૃતિ કાર્યક્રમ' હિન્‍દુ સનાતમ ધર્મની રક્ષા કાજે પોતાના લીલા માથાના બલીદાન આપેલ વિરસપૂતો અને પાળિયાની વંદના જે આજની પેઢીને પ્રેરણા રૂપ બને તેવી યશોગાથા રજુ કરતો વિરવંદનાનો અદભુત પૂર્વ સમારોહ યોજાશે.

સૌરાષ્‍ટ્ર કચ્‍છ -વાગડમાં અસંખ્‍ય પાળિયા છે. તેમાં સુપ્રસિધ્‍ધ ફોટોજર્નાલિસ્‍ટને શૂરવીર પાળિયાના સંપાદન ભાટી અને યાળિયા, ઠેસ ખાંભી, સુરંધનની ખાંભીઓને શૂરવીરતાથી લડી ખપી જનારનો ઇતિહાસ વિશે વિસ્‍તૃત પ્રવચન આપશે.પદ્મશ્રી જોરાવરસિંહજી જાદવ પણ પાળિયા વિશે વિસ્‍તૃત બોલશે. અને ઇતિહાસવિદ ડોકટર પ્રદ્યુમન કુમાર, ખાચર પણ પાળિયાનો વિસ્‍તૃત જાણકારી આપશે. આ ઉપરાંત જીતુદાન દાદાબાપુના સુપુત્ર ડો.બલભદ્રસિંહ ચુડાસમા, ભયલુબાપુ, મહેન્‍દ્રસિંહ ગોહિલ, સુ.શ્રી ઉષાદેવીબા ગોહિલ, શ્રી કીર્તિકુમારસિંહજી ગોહિલ, જયવિરાજસિંહજી ગોહિલ વિગેરે ખાસ હાજરી આપશે. સર્વપ્રથમ વાર પાળિયા વિશે વિસ્‍તૃત પ્રવચન પ્રથમવાર થઇ રહ્યુ છે. જેથી પાળિયા વિશે જાણકારીથી અવગત થશે.

(11:28 am IST)