Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

રવિવારે લોધીકામાં જયપાલસિંહ જાડેજાની વાર્ષિક પુણ્‍યતિથિઃ થેલેસેમિયાગ્રસ્‍ત બાળકો માટે મહારક્‍તદાન કેમ્‍પ

રીબડા એસજીવીપી ગુરુકુળનાં શાષાી સર્વમંગલ સ્‍વામી અને શાષાી હરીવંદન સ્‍વામિના વ્‍યાસાસને શ્રીમદ ભાગવત ગીતા પારાયણ

(સલીમ વલોરા દ્વારા) લોધીકા,તા. ૧૨ : અક્ષરનિવાસી જયપાલસિંહ ગુમાનસિંહ જાડેજાની પ્રથમ વાર્ષિક પુણ્‍યતિથિ નિમિતે તા. ૧૫ને રવિવારના રોજ હળધ્રોળ હાઉસ લોધીકા ખાતે તા. ૧૩ રાત્રીથી તા. ૧૫ રાત્રી સુધી એસ.જી.વી.પી. ગુરુકુળ પરિવાર રીબડાના શાષાી સર્વમંગલ સ્‍વામી તથા શાષાી હરીવંદન સ્‍વામી શ્રીમદ ભાગવત ગીતા પારાયણનું ત્રણ દિવસ સુધી રાત્રીના ૯ થી ૧૧ વાગ્‍યા સુધી રસપાન કરાવશે.

તા. ૧૫ને રવિવારે હરધ્રોળ હાઉસ લોધીકા ખાતે સિવિલ હોસ્‍પિટલ રાજકોટના લાભાર્થે હરધ્રોળ હાઉસ જાડેજા પરિવાર તરફથી સી.જે.ગ્રુપ રાજકોગના ચિરાગતભાઇ ધામેભચા તથા રાજેન્‍દ્ર રોઘેલીયાના સહયોગથી થેલેસેમીયા પીડીત બાળકો માટે મહારકતદાન કેમ્‍પનું આયોજન કરેલ છે. આ રકતદાન કેમ્‍પની શરૂઆત તા. ૧૫ સવારે ૮ કલાકે એસ.જી.વી.પી. ગુરુકુળ પરિવાર રીબડાના શાષાી સર્વમંગલ સ્‍વામી તથા શાષાી હરીવંદન સ્‍વામી તથા શાષાી ધર્મવલ્લભ સ્‍વામી દિપ પ્રાગટય કરાવીને રકતદાન કેમ્‍પની શરૂઆત કરાવશે. આ રકતદાન કેમ્‍પમાં રકતદાન કરનારા દાતાઓને પ્રોત્‍સાહીત કરવામાં આવશે.

હરધ્રોળ હાઉસ જાડેજા પરિવાર તરફથી બટુક ભોજન, બ્રહ્મભોજન, ગૌમાતાને લીલો ઘાસચારો તથા પક્ષીઓનુ ચણ સહિતની સેવાઓ પણ કરવામાં આવશે. તેથી આ રકતદાન કેમ્‍પમાં રકતદાન કરવા તથા ત્રણ દિવસ શ્રીમદ ભાગવત ગીતા જ્ઞાન પારાયણનો લાભ લેવા જાડેજા પરિવાર તરફથી સર્વેને અપીલ કરવામાં આવી છે.

(11:28 am IST)