Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

વઢવાણ તાલુકામાં ૧૬૦ મકાનોમાં વિજ ચેકીંગઃ ૨૫ મકાનોમાં ચોરીઃ ૭ લાખનો દંડ

વઢવાણ, તા.૧૨: વઢવાણ તાલુકામાં વીજ ચોરી થતી હોવાની માહિતી મળતા પ.ગુ.વિજ કંપનીની વિજીલન્‍સ ટીમે વઢવાણમાં ચેકીંગ કામગીરી હાથ ધરી હતી. જેમાં ૭ અલગ-ટીમોએ વઢવાણ ગંગાવાવ ફિડર હેઠળ આવતા ૧૬૦ જેટલા મકાનોમાં ચેકીંગ હાથ ધર્યુ હતુ.જેમાંથી નવ મકાનોમાં વીજ મીટર હોવા છતા પેરેલલ લાઈન લઈ વિજચોરી કરવામાં આવતી હોવાનું ધ્‍યાને આવ્‍યુ હતું. આ ઉપરાંત વઢવાણ તાલુકાનાં સાંકલી ગામે ખાચર બાવકુભાઈ નાગભાઈના રેતીના ચારણામાં પણ પેરેલલ લાઈન લઈ વિજચોરી કરવામાં આવતી હોવાનું બહાર આવ્‍યુᅠ હતું. આ તમામ વિજચોરી સબબ રૂા.૭ લાખથી વધુનો દંડ ફટકારવામાં આવ્‍યો હતો. તંત્રએ ચેકીંગ હાથ ધરતા વિજચોરોમાં ફફડાટની લાગણી ફેલાયઇ છે.

(11:29 am IST)