Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

દેશના પ્રાથમિક શિક્ષકને પણ 'પદ્મશ્રી' આપવો જોઇએ : પૂ. મોરારીબાપુ

ગાંધીનગરમાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ માટે 'રામકથા'ની સહમતી દર્શાવી : મહુવાના તલગાજરડામાં શિક્ષકોને ચિત્રકૂટ એવોર્ડ અર્પણ

ભાવનગર - કુંઢેલી તા. ૧૨ : મહુવા તાલુકાના તલગાજરડા ગામ ખાતે પૂ. મોરારીબાપુએ ગુજરાત રાજયની પ્રાથમિક શાળાના શ્રેષ્ઠ શિક્ષકોને પ્રતિવર્ષ એનાયત થતો ચિત્રકૂટ એવોર્ડ અર્પણ કર્યો હતો. સને ૨૦૨૦ અને ૨૦૨૧ ના કુલ મળીને ૬૬ (દરેક જિલ્લામાંથી એક) શ્રેષ્ઠ પ્રાથમિક શિક્ષકોની ચિત્રકુટ એવોર્ડથી વંદના કરવામાં આવી હતી. આ એવોર્ડમાં ૨૫૦૦૦ રૃપિયા નો ચેક, એવોર્ડનો શિલ્ડ, પ્રમાણપત્ર, શાલ, કાળી કામલી અનેઙ્ગ સૂત્રમાલાથી દરેક શિક્ષકનું સન્માન થયું હતું.
એવોર્ડ અર્પણ કરતા પૂજય મોરારીબાપુએ આશિર્વચન આપતા જણાવ્યું હતું કે પ્રાથમિક શિક્ષકને જોવું ત્યારે મને હરખ બહુ થાય છે. હું પણ પ્રાથમિક શિક્ષક હતો, તેનું મને ગૌરવ છે. દર વર્ષે આટલા ભાવથી તમે બધા તલગાજરડા આવો છો તે મને ગમે છે. સૂત્રાત્મક રૃપમાં વાત કરતા બાપુએ કહ્યું કે, શિક્ષણએ કર્મ નથી ધર્મ છે. ધર્મ ની છાયા માં કર્મ હોય છે. તમે જે કરી રહ્યા છો તે ધર્મ છે. ઉપનિષદ પણ એમ સમજાવે છે. શિક્ષણરૃપી ધર્મના ચાર થાંભલા સંપ, સંતોષ, બુદ્ઘિના સારા નિર્મલ વિચાર અને સાધુ સંગ એટલે કે સારી સોબત છે.ઙ્ગ શિક્ષકોમાં આંતરિક સમતા બની રહેવી જોઈએ. સહુનો સંપ નંદવાવો થવો ન જોઈએ. તેમજ શિક્ષક માં સંતોષ હોવો જોઈએ. ખોટો સંગ ન જ કરીએ. અને નિર્મળ સારા વિચારો અને સારા લોકોનો સંગ હંમેશા રાખીએ.......! હંમેશા નિષ્પક્, નિરવેર અને નિર્ભય રહીએ.શિક્ષક સહિતના સર્વે કમ સુખમ ની વાત કરી બાપુએ ઉમેર્યું કે શિક્ષક, સેવક, સૈનિક, કૃષક, ચિત્ર, વૈજ્ઞાનિક, સાધક,સંપાદક,સંવાહક એ બધા સૌને સુખ આપનારા છે.....!!
આગામી સમયમાં ગાંધીનગરમાં ગુજરાત રાજય પ્રાથમિક શિક્ષક સંઘ માટે રામ કથા આયોજનની બાપુએ સહમતિ દર્શાવી હતી. તેમજ દેશના પ્રાથમિક શિક્ષકને પદ્મશ્રી એવોર્ડ મળે તેવો મનોરથ બાપુએ વ્યકત કર્યો હતો. જૂની પેન્શન યોજના માટે વાત કરતાં બાપુએ કહ્યું કે તેમાં બધું યોગ્ય અને નિયમસર રીતે હોય તે શિક્ષકોને લાભ મળવો જોઇએ. ચિત્રકૂટ એવોર્ડ માટે શ્રેષ્ઠ શિક્ષકની દરેક જિલ્લામાંથી એક એ મુજબ પસંદગીનું અઘરૃં કાર્ય ગુજરાત રાજય શિક્ષક સંઘ સંભાળે છે, તે કામને બાપુએ બિરદાવ્યું પણ હતું.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત શિવકુંજ આશ્રમ અધેવાડાના સંત પૂ. સીતારામ બાપુ જણાવ્યું હતું કે એક વ્યકિત બીજી વ્યકિતની કાળજી કરે છે ત્યારે જીવનનું સૌથી મહત્વનું મૂલ્ય ઉજાગર થાય છે. આકૃતિ માંથી વિભૂતિ બનાવનાર શિક્ષક ઘડવૈયો, માળી અને ચેતનાની ખેતી કરતા ખેડૂતને મા પછીનું સ્તર એટલે માસ્તર કહ્યો છે. મૂલ્ય શિક્ષણ-ઘડતર નો સૌથી ગ્રહણશીલ ગાળો પ્રાથમિક શિક્ષણનો છે. તેથી મૂલ્ય શિક્ષણ દ્વારા બાળકમાં સદગુણોનું આરોપણ શિક્ષક જ કરી શકે....!
આ વેળાએ સંઘના પૂર્વ પ્રમુખ દિલીપસિંહ ગોહિલ તેમજ વર્તમાન પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા પણ પ્રાસંગિક વાત કરી હતી. શાબ્દિક સ્વાગત ગણપતભાઇ પરમારે જયારે સંચાલન ભરતભાઈ પંડ્યાએ સંભાળ્યું હતું. ગજેન્દ્રસિંહ વાળા, જયદેવભાઈ માંકડ, રસિકભાઈ અમીન વગેરે વ્યવસ્થામાં જોડાયા હતા શિક્ષણ સમિતિના ચેરમેન, મહામંત્રી સતિષભાઈ પટેલ, મધુકરભાઈ ઓઝા, મનુભાઈ શિયાળ, ભાભલુભાઈ વરૃ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે અહીં મહુવા તાલુકાના નિવૃત્ત થતા પ્રાથમિક શિક્ષક ભાઈ બહેનોનું પણ મોરારીબાપુએ અભિવાદન કર્યું હતું.
 

 

(11:32 am IST)