Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

૭ માસથી ફરાર ખૂનનો આરોપી ઝડપાયો

અમરેલીઃ અશોકકુમાર પોલીસ મહાનિરીક્ષક ભાવનગર નાઓએ રેન્‍જના જીલ્લાઓમાં નાસતા ફરતા આરોપીઓ/ફરાર કેદીઓ પકડી પાડવા સુચના આપેલ હોય જે અન્‍વયે હિમકર સિંહ પોલીસ અધિક્ષક, અમરેલી નાઓ દ્વારા ઝુંબેશ રાખેલ હોય જે અન્‍વયે શ્રી પી.બી.લક્ક્‌ડ પો.સબ.ઇન્‍સ. પેરોલ ફર્લો સ્‍ક્‍વોર્ડ, અમરેલી નાઓની ટીમ દ્વારા અમરેલી જીલ્લા જેલમાં વચગાળાના જામીન રજા પરથી છેલ્લા સાત માસથી ફરાર થયેલ મર્ડરના આરોપી જયરાજ ઉર્ફે લાલો ગોદડભાઇ ધાખડા રહે.મુળ-કોટડી તા.રાજુલા હાલ-નાનીધારી તા.ખાંભા વાળોને બાતમી આધારે પકડી પાડેલ. સને-૨૦૧૮ માં ખાંભા તાલુકાના મોટા સમઢીયાળા ગામે થયેલા ચકચારી મર્ડર કેસમાં ફરીયાદીના ભાઇ પરષોતમભાઇ સાવલીયાનું છરી વડે ખુન (મર્ડર) કરેલ હોય જે ગુન્‍હામાં મજકુર આરોપી અમરેલી જીલ્લા જેલમાં કાચા કામના કેદી તરીકે હોય અને મજકુર કેદી દિન-૦૭ ની વચગાળાની રજા પર હોય અને તા.૨૫/૦૯/૨૦૨૧ ના રોજ મજકુર કેદીને અમરેલી જીલ્લા જેલ ખાતે હાજર થવાનું હોય પરંતુ હાજર થયેલ નહી આ કામગીરીમાં પેરોલ ફર્લો સ્‍કવોર્ડ અમરેલીના પો.સ.ઇ. પી.બી.લક્કડ તથા એ.એસ.આઇ. શ્‍યામકુમાર બગડા તથા હેડ કોન્‍સ. હરેશભાઇ વાણીયા તથા પો.કોન્‍સ. જીજ્ઞેશભાઇ પોપટાણી, તથા જનકભાઇ કુવાડીયાનાઓએ રીતેના પોલીસ જોડાયેલ હતા.

(12:53 pm IST)