Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

રાજુલા ટાઉન બીડી કામદાર વિસ્‍તરમાં જુગાર દરોડો

 અમરેલી :  જિલ્લા પોલીસ અધિક્ષક  હિંમકર સિંહ  નાયબ પોલીસ અધિક્ષક  કે. જે. ચૌધરી  અમરેલી જિલલામાં જૂગારની બદીને નેસ્‍ત નાબુદ કરવા માર્ગદર્શન આપેલ હોય જે અન્‍વયે રાજુલા પો.સ્‍ટે.ના પો.ઇન્‍સ. ડી.વી. પ્રસાદ સુચના રાજુલા પો.સ્‍ટે. ના સર્વેલન્‍સ સ્‍કોડના અના.હેડ કોન્‍સ. બી.એમ.વાળા તથા ટાઉન બીટના એ.એસ.આઇ. ડી.ડી. મકવાણા વિગેરે પોલીસ સ્‍ટાફને મળેલ બાતમી આધારે રાજુલા બીડી કામદાર વિસ્‍તારમાં આવેલ બાપા સીતારામના ઓટા પાસે જાહેરમાં ટયુબલાઇટના અંજવાળે જૂગાર રમતા ૧૨,૫૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી (૧) અલાઉદીનભાઇ ઉમરભાઇ ઝાંખરા ઉ.વ.૫૫ ધંધો.નિવળત રહે.રાજુલા, કુંભાર વાડા શેરી નં-૬, અંબાજી માતાના મંદિર પાસે. (૨) ભરતભાઇ જીણાભાઇ ડોળાસીયા ઉ.વ.૨૧ ધંધો.મજુરી રહે.રાજુલા, બીડી કામદાર, મસ્‍જીદ પાસે  (૩) ફીરોઝશા દાદુશા દલ ઉ.વ.૪૦ ધંધો.ડ્રાઇવીંગ રહે.રાજુલા, બીડી કામદાર, બાપા સીતારામના ઓટા પાસે (૪) અફઝલ અમીરભાઇ જાડેજા ઉ.વ.૨૫ ધંધો.ડ્રાઇવીંગ રહે.રાજુલા બીડી કામદાર મસ્‍જીદ પાસેને ઝડપી લીધા હતા.  આ કામગીરીમાં પો.કોન્‍સ સંજયભાઇ કનુભાઇ ઘાંઘળ તથા પો.કોન્‍સ રોહિતભાઇ કાળુભાઇ તથા ટાઉન બીટના ASI ડી.ડી.મકવાણા તથા પો.કોન્‍સ. ઘનશ્‍યામભાઇ હસમુખભાઇનાઓ જોડાયેલ હતા.

(12:53 pm IST)