Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

જુનાગઢ પાસે અકસ્‍માતે મોત નિપજાવી નાસી જનાર રાજકોટનો બોલેરો ચાલક ઝડપાઇ ગયો

જુનાગઢ તા. ૧ર : ઝાંઝરડા ચોકડી પાસે તા.પ/પ/ર૦રર ના અજાણ્‍યા વાહન ચાલકે એક અજાણ્‍યા માણસ ઉ.૬૦ થી ૬પ વાળાને હડફેટે લેતા સ્‍થળ ઉપર મરણ ગયેલ અને વાહન ચાલક પોતાનું વાહન લઇ નાશી ગયેલ. આ કામે મરણ જનાર અજાણ્‍યા માણસના કોઇ વાલી વારસ કે સગા સંબંધી મળી આવેલ ન હોય જેથી તાલુકા પો.સ્‍ટે.ના એ.એસ.આઇ. એન.એસ.મુછારનાઓ સરકારી તરફે ફરીયાદ આપેલ અને પો.સબ. ઇન્‍સ. એમ.આર.ડવ તથા સ્‍ટાફ દ્વારા તપાસ શરૂ કરવામાં આવેલ હતી.

ગુન્‍હાને ધ્‍યાને લઇ, ડી.વાય.એસ.પી. પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત ઇન્‍સ્‍ટોલ કરેલ સીસીટીવી કેમેરોનો ઉપયોગ કરી જુનાગઢ નેત્રમ શાખાના પો.સબ. ઇન્‍સ. પી.એચ.મશરૂનાઓની ટીમ દ્વારા હકિકત જાણવા મળેલ ગુન્‍હામાં મહીન્‍દ્રા બોલેરો પીકઅપ રજી નં. જીજે૦૩ બીડબલ્‍યુ-૧૧૭૭ વાહન સંડોવાયેલ છે જેથી વાહન માલીકને બોલાવી પુછપરછ કરતા આ બનાવમાં પોતાના વાહન સંડોવાયેલ છે અને વાહન ચાલક વિનેશ જીવાભાઇ સાંબડ, રહે. રાજકોટ માર્કેટીંગ યાર્ડ પાસે વાળાને તાલુકા પોલીસ સ્‍ટેશનની ટીમ દ્વારા આરોપીને વાહન સાથે ટેકિનકલ સોર્સ આધારે માહિતી મેળવી, પકડી પાડી, ધરપકડ કરવામાં આવેલ છે.

આ કામગીરી જુનાગઢ તાલુકા પો.સ્‍ટે.ના પો.સબ.ઇન્‍સ એમ.આર. ડવ નેત્રમાં શાખા (કમાન્‍ડ એન્‍ડ કંટ્રોલ સેન્‍ટર) ના પો.સબ.ઇન્‍સ. પી.એચ.મશરૂ તથા તાલુકા પો.સ્‍ટેના એ.એસ.આઇ. એન.એસ.મુછાળ પો.કોન્‍સ. વિજયભાઇ ચાવડા, રામભાઇ કોડીયાતર, ગોવિંદભાઇ પરમાર, દિપકભાઇ ચૌહાણ, રોહીતભાઇ બોરખતરીયા તથા નેત્રમ શાખાના પો.કોન્‍સ. જીવાભાઇ ગાંગાણા, હીનાબેન વેગડા તથા એન્‍જી. તુષારભાઇ ટાટમીયાનાઓ પો.સ્‍ટાફ સાથે રહી કરવામાં આવેલ છ.ે

(1:25 pm IST)