Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

ટંકારા નજીક ૧.૪૧ લાખની લુંટ કરનાર બે શખ્સોના રીમાન્ડ મંગાયા

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા. ૧૨: ટંકારા પંથકમાં ધોળે દિવસે ૧.૪૧ લાખની રોકડ ભરેલો થેલો ઝૂંટવી લઈને બાઈકમાં નાસી છૂટેલા બંને આરોપીને ઝડપી લઈને રીમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરાઇ છે.

માળિયાના બોડકી ગામના રહેવાસી હાલ વિધુતનગર મોરબી ૨ માં રહેતા સંદીપભાઈ હરિભાઈ ડાભીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે બે અજાણ્યા ઇસમોએ ઘુનડા ગામની સીમમાં અદેપર જવાના રસ્તા પાસે બાઈકમાં આવીને સંદીપભાઈના પીઠ પાછળ ટીંગાડી રાખેલ થેલો જેમાં રૃ ૧.૪૧ લાખ રોકડ ભરેલી હોય તે ઝૂંટવી બંને ઈસમો બાઈકમાં ફરાર થયા હતાઙ્ગ જે બનાવ મામલે ટંકારા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ એસઓજી ટીમને સોંપાતા એસ.ઓ.જી. બાતમીને આધારે આરોપી દિવ્યેશ ભગવાનજીભાઈ હણ રહે નવાગામ તા. મોરબી અને સંજય નાથાભાઈ પડસારીયા રહે નવાગામ તા. મોરબી એમ બે આરોપીને ઝડપી લીધા હતા અને આરોપી પાસેથી ચોરીમાં ગયેલ રોકડ રૃ ૧.૪૧ લાખ અને બનાવમાં વપરાયેલ મોટરસાયકલ કીમત રૃ ૩૦,૦૦૦ સહિતનો મુદામાલ રીકવર કરવામાં આવ્યો છે અને આરોપીઓ ટંકારા પોલીસને સોપી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ટંકારા પોલીસે બંને આરોપીને રીમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે.

(12:54 pm IST)