Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

જામનગરમાં વરલી મટકાનો જુગાર રમતા બે શખ્‍સો ઝડપાયા

જામનગર,તા.૧૨:  જીલ્લામાં દારૂ-જુગારની બદી નાબુદ કરવા પોલીસ અધિક્ષકશ્રી પ્રેમસુખ ડેલૂની સુચનાથી એસ.ઓ.જી.ના આઇ/સી પોલીસ ઈન્‍સપેકટર આર.વી.વીંછી ના માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી. સ્‍ટાફના માણસો જામનગર શહેર વિસ્‍તારમા પેટ્રોલીઞમા હતા.

દરમ્‍યાન પોલીસ હેડ કોન્‍સટેબલ રવિભાઇ બુજડને  હકિકત મળેલ કે, સીટી બી ડીવી. પો. સ્‍ટે વિસ્‍તારમા આવેલ બેડી વિસ્‍તારમા આઝાદ ચોક પાસે બે ઇસમ જાફેરમા વર્લી મટકાના આકડા લખી-લખાવી જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરે છે જે હકીકત આધારે રેઇડ કરતા આરોપી નં.(૧) એઝાઝભાઈ રઝાકભાઈ દલ ઉ.વ.૨૮ ધધો મજુરી રહે ગરીબનગર પાણાખાણ જામનગર તથા નં.(૨) બશીરભાઈ સુલતાનભાઈ ખીરા ઉ.વ. ૩પ ધંધો કલરકામ રહે. રઝાનગર શંકર ટેકરી, જામનગર વાળાને વર્લી મટકાનુ સાહિત્‍ય તથા રોકડ ૧૩,૪૦૦/- તથા એક મોબાઇલ કિ. રૂ. ૫૦૦૦/- મળી કુલ રૂ. ૧૮,૪૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી જુગાર ધારા કલમ ૧૨(અ) મુજબ પો. ફેડ. કોન્‍સ. રાજેશભાઇ મકવાણા એ ફરીયાદ આપેલ છે અને પો. ફેડ. કોન્‍સ. શોભરાજસિંહ જાડેજા એ ધોરણસર અટક કરી સીટી ‘બી' ડીવી. પો.સ્‍ટે. માં જુગાર ધારા મુજબ ગુનો દાખલ કરાવેલ છે.

(12:55 pm IST)