Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

વિંછીયાના હાથસણી ગામે ગેલાભાઇ વકાતર ઉપર તલવારથી હુમલો

ખાતરના ઢગલા બાબતે પ્રકાશ સુસરા સહિત પાંચ શખ્‍સો તુટી પડયા

રાજકોટ, તા., ૧૨: વિંછીયાના હાથસણી ગામે ખાતરના ઢગલા બાબતે યુવાન પર પાંચ શખ્‍સોએ તલવારથી હુમલો કર્યો હતો.

હાથસણી ગામે રહેતા અને પશુપાલનનો વ્‍યવસાય કરતા ગેલાભાઇ ભોજાભાઇ વકાતર (ઉ.વ.રપ) ઉપર તે જ ગામના પ્રકાશ જાગાભાઇ સુસરા, જાગાભાઇ રાજાભાઇ સુસરા, રાજાભાઇ રૂડાભાઇ સુસરા, હરજીભાઇ રાજાભાઇ સુસરા તથા ભાવેશ જાગાભાઇ સુસરાએ એક સંપ કરી ગેરકાયદેસર મંડળી રચી તલવાર અને લાકડીથી હુમલો કરી ઇજા કરી હતી તેમજ ગેલાભાઇ સાથેના વ્‍યકિતને ગાળો આપી હતી.

ખાતરના ઢગલા બાબતે ઝઘડો થતા ગેલાભાઇ પર પાંચેય શખ્‍સોએ હુમલો કર્યો હતો. આ અંગે પાંચેય સામે ફરીયાદ થતા વિંછીયાના પીએસઆઇ આર.કે.ચાવડાએ તપાસ હાથ ધરી છે.

(12:56 pm IST)