Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

જામનગરમાં જુગાર રમતા ર૩ ઝડપાયા

જામનગર તા. ૧ર :.. પોલીસ વડા પ્રેમસુખ ડેલૂ એ જામનગર જીલ્લામાં પ્રોહી. જૂગારની ગેરકાયદેસર પ્રવૃતિ નેસ્‍તનાબુદ કરવા માટે એલ. સી. બી.ના આઇ. સી. પો. ઇ. કે. કે. ગોહીલ તથા પો. સબ. ઇન્‍સ. આર. બી. ગોજીયાનાઓને સુચના કરવામાં આવેલ. જેથી એલ. સી. બી. સ્‍ટાફના માણસો જામનગર શહેર વિસ્‍તારમાં પ્રોહી જૂગારના કેસો શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતાં.

દરમ્‍યાન એલ. સી. બી. સ્‍ટાફના ફિરોઝભાઇ ખફી તથા શીવભદ્રસિંહ જાડેજા નાઓને હકિકત મળેલ કે, કાલાવડ નાકા બહાર સનસીટી સોસાયટીમાં રહેતા અબ્‍દુલ ગફારભાઇ ખફી તેમના મકાનમાં જૂગાર રમી રમાડે છે. જે હકિકત આધારે રેઇડ કરતા પો. હેડ કો. યશપાલસિંહ એ. જાડેજા ફરીયાદ રીપોર્ટ આપતા (૧) અબ્‍દુલભાઇ ગફારભાઇ ખફી રહે. કાલાવડ નાકા બહાર, સનસીટી-૧, (જૂગાર રમાડનાર) (ર) ફૈઝલ મહમદભાઇ સંધી રહે. અમન સોસાયટી, (૩) મોહસીન ઉર્ફે છોટુ સતારભાઇ સાટી પીંજારા રહે. મોટા પીરનો ચોક સાટી વાડ, (૪) વસીમ હુસેનભાઇ મેમણ રહે. અગીયારી પીરનો ચોક (પ) વસીમ યુસુફભાઇ દરજાદા રહે. કિશાન ચોક (૬) અમીન અબ્‍બાસભાઇ ખફી રહે. ઘાંચીની ખડકી પાસે (૭) નાજીર હાસમભાઇ ખફી રહે. કિશાન ચોક ખીરા (૮) અબ્‍દુલરજાક જુમાભાઇ વાઘેર રહે. વાઘેરવાડો (૯) અલ્‍તાફ સતારભાઇ આંબલીયા રહે. લંધાવાડનો ઢાળીયો, આરબફળી (૧૦) મોહસીન અબ્‍બાસભાઇ ખફી રહે. સીલ્‍વર સોસાયટી, (૧૧) જાવીદ મહમદહુસેન સેતા રહે. સેતાવાડ જીવા સેતાના ડેલા પાસે (૧ર) વસીમ હાસમભાઇ ખફી રહે. કિશાન ચોક ખીરા ગેરેજની બાજુમાં (૧૩) ફૈજલ હશનભાઇ આરબ રહે. મોટા પીરના ચોક, રંગુનવાલા હોસ્‍પીટલ પાસે, (૧૪) સાજીદ વલીમામદ પીંજારા રહે. રતનબાઇ મસ્‍જીદ પાસે મતવા શેરી (૧પ) તાહેર સૈફુદીન વોરા રહે. નાગેશ્વર ઢોલીયા પીરની શેરી (૧૬) મયુર બુધાભાઇ કારેઠા રહે. પંચેશ્વર ટાવર વંડાફળી શે. નં. ૧, (૧૭) સુનીલ સુરેશભાઇ મારૂ રહે. ગુલાબનગર રવીપાર્ક (૧૮) સચીન વલ્લભભાઇ માડમ રહે. નવાગામ ઘેડ, (૧૯) આશીક અનીશભાઇ ખીરા સુમરા રહે. પટેલ પાર્ક શે. નં. ૧, સંગમબાગની સામે (ર૦) અસલમ સતારભાઇ ઓડીયા પીંજારા રહે. રણજીત રોડ લંઘાવાડનો ઢાળીયો આરબ ફળી (ર૧) આરીફ જુમાભાઇ ખફી રહે. રિધ્‍ધી સિધ્‍ધી સોસાયટી (રર) હારૂન સુલેમાનભાઇ આંબલીયા રહે. રણજીત રોડ લંઘાવાડ ના ઢાળીયા પાસે (ર૩) બીપીન સોમાભાઇ ચાવડા રહે. ન્‍યુ સાધના કોલોની ને (૧) રોકડ રકમ રૂા. ૩,૮૭,૦૦૦ (ર) મો. ફોન ર૩ કિ. રૂા. ર,૮૭,૦૦૦, (૩) મો. સા. ૮ કિ. રૂા. ર,૦૦,૦૦૦ (૪) ઘોડી પાસા -ર, કિ. રૂા. મળી મુદામાલ કિ. રૂા. ૮,૭૪,૦૦૦ સાથે ઝડપી લીધા હતાં.

(1:25 pm IST)