Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

મંત્રી મેરજા ચાર દિવસ મોરબી, રાજકોટ અને જામનગરના પ્રવાસે

 મોરબી,તા.૧૨ : રાજ્ય સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી બ્રિજેશ મેરજા આવતીકાલથી ચાર દિવસીય મોરબી, રાજકોટ અને જામનગર જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે. ચાર દિવસીય પ્રવાસમાં બ્રિજેશ મેરજા વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે.

 બપોરે ૨ કલાકે ગાંધીનગરથી બ્રિજેશ મેરજા મોરબી આવવા રવાના થશે.  આજે સાંજે ૬ કલાકે આનંદ પાર્ટી પ્લોટ, મોરબી ખાતે સ્થાનિક સામાજિક કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યાંથી સાંજે ૭ વાગ્યે મોરબીથી રાજકોટ જવા રવાના થશે અને રાજકોટ ખાતે સાંજે ૭-૪૫ કલાકે રેઝન્સી લગુન રિસોર્ટ, રાજકોટ ખાતે રૈયાણી પરિવાર આયોજિત સામાજિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. રાત્રિ રોકાણ રાજકોટ સર્કિટ હાઉસ ખાતે કરશે.

૧૩ મેને શુક્રવારના રોજ મંત્રી બ્રિજેશ મેરજા રાજકોટથી મોરબી જવા રવાના થશે અને સવારે ૯-૩૦ કલાકે સિવિલ હોસ્પિટલ ખાતે આઈસીયુ ઓન વ્હીલ્સ એમ્બ્યુલન્સના લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપશે. ૧૦-૩૦ વાગ્યે મોરબી ટાઉન હોલ ખાતે મોરબી- માળીયા (મી) તાલુકાના સરપંચ સંવાદ કાર્યક્રમાં ઉપસ્થિત રહેશે. બપોરે ૧૨-૩૦ કલાકે બહાદુરગઢ ખાતે સામાજિક કાર્યક્રમમાં હાજરી આપશે. બપોરે ૩ કલાકે મોરબી કલેકટર કચેરી ખાતે મોરબી- માળીયા (મી) તાલુકાના સિંચાઈ તથા નર્મદા કેનાલના -'ો સંદર્ભે અધિકારીઓ સાથે બેઠક કરશે. સાંજે ૫-૩૦ કલાકે લાલપુર ખાતે શ્રી રામ પારાયણ જ્ઞાનયજ્ઞ-રામકથામાં હાજરી આપશે. ત્યારબાદ સાંજે ૬-૩૦ કલાકે જડેશ્વર રોડ ખાતેના ઓમ વિલામાં વાગડીયા પરિવાર દ્વારા આયોજિત સ્થાનિક કાર્યક્રમમાં હાજરી આપશે. અને સાંજે ૭-૩૦ કલાકે રાજકોટ ખાતે રોટરી ગ્રેટર ભવનમાં પૂર્વ સાંસદ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં હાજરી આપશે.

 તારીખ ૧૪ મેના રોજ બ્રિજેશ મેરજા રાજકોટથી મોરબીના જેતપર જવા રવાના થશે અને સવારે ૯ વાગ્યે જેતપર ખાતે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત રોડનું ખાતમુહૂર્ત કરશે. ત્યારબાદ સવારે ૧૦-૧૫ કલાકે દેરાળા ખાતે રોડનું ખાતમુહૂર્ત કરશે. ત્યારબાદ બપોરે ૧૨ કલાકે મોટી બરાર ખાતે હુંબલ પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથામાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ સાંજે ૫-૩૦ કલાકે મોરબીથી જોડીયા તાલુકાના બોડકા ખાતે જવા રવાના થશે અને સાંજે ૬-૩૦ કલાકે બોડકા ખાતે ગ્રામસભામાં હાજરી આપશે.

પ્રવાસના અંતિમ દિવસે એટલે કે ૧૫ મેના રોજ બ્રિજેશ મેરજા સવારે ૭ કલાકે બોડકા ગામે પ્રભાત ફેરી, સ્વરછતા અભિયાન, પ્રાથમિક શાળાની મુલાકાત અને વૃક્ષારોપણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ત્યાંથી સવારે ૧૦-૩૦ કલાકે માળીયા (મી) તાલુકાના ભાવપર ગામે ધર્મસભા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ સવારે ૧૧-૩૦ કલાકે વવાણીયા ખાતે શ્રી રામબાઈમાની જગ્યામાં સ્થાનિક આગેવાનો સાથે બેઠક કરશે. સાંજે ૭ કલાકે મોરબીના બંસી પાર્ટી પ્લોટ ખાતે ફેફર પરિવાર આયોજિત સામાજિક કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યારબાદ સાંજે ૭-૩૦ કલાકે મોરબીના રાધે પાર્ટી પ્લોટ ખાતે ઝારીયા પરિવાર આયોજિત સત્કાર સમારંભમાં હાજરી આપશે અને રાત્રે ૮ કલાકે ગીતાંજલિ પાર્ટી લોન ખાતે આદ્રોજા પરિવાર આયોજિત કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યારબાદ ગાંધીનગર જવા રવાના થશે.રામીક ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા અનેક લોકોમાં ભારો ભાર અસંતોષ જોવા મળે છે પરંતુ પાણીમાં રહીને મગરમચ્છ સાથે વેર કરવું પાલવે તેમ ન હોય મોટાગજાના લોકો પણ ફૂંકી ફૂંકીને પગલાં ભરી રહ્યા છે ત્યારે આજના દિવસે ગીરીશભાઈ પેથાપરા ઉપરાંત પાસ અગ્રણી નિલેશભાઈ એરવાડિયા, રેખાબેન એરવાડિયા, પ્રફુલાબેન સોની, દિનેશભાઈ કુંડારિયા અને ભાણજીભાઈ ફુલતરીયા સહિતના અનેક લોકો આજે રાજકોટમાંઆપ સુપ્રીમો અરવિંદ કેજરીવાલની હાજરીમાં આપ સાથે હાથ મિલાવી લીધો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

(12:59 pm IST)