Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

પડધરીમાં ગાંજાના જથ્‍થા સાથે રસુલ પલેજાને રૂરલ એસઓજીએ ઝડપી લીધો

રાજકોટથી ગાંજાનો જથ્‍થો લાવી દોઢ માસથી વેચતો હોવાની રસુલની કબુલાત

તસ્‍વીરમાં પકડાયેલ શખ્‍સ સાથે રૂરલ એસઓજી નો કાફલો નજરે પડે છે.

રાજકોટ તા. ૧ર : રૂરલ એસઓજીએ પડધરીમાં દરોડો પાડી ગાંજાના જથ્‍થા સાથે એક શખ્‍સને ઝડપી લીધો હતો.

રાજકોટ રેજના પોલીસ મહાનિરીક્ષક સંદિપસિંહ તથા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડએ જીલ્લામાં નાકોર્ટીકસ અંગે વધુમાં વધુ કેસો કરવા માટે સુચના આપેલ જે અનુસંધાને એસઓજી પો.ઇન્‍સ. એસ.એમ.જાડેજા તથા પો.સબ ઇન્‍સ એચ.એમ. રાણા સ્‍ટાફ સાથે પડધરી પો.સ્‍ટે.વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્‍યાન એ.એસ.આઇ. પરવેજભાઇ સમા  ઉપેન્‍દ્રસિંહ જાડેજા વિજયભાઇ ચાવડા તથા પો.હેડ કોન્‍સ. અમીતભાઇ કનેરીયાને સંયુકત રીતે ખાનગી રાહે હકિકત મળેલ કે રસુલ સુલતાનભાઇ પલેજા રહે. પડધરી મોવૈયાનો ઢાળ, વોકરાની બાજુમાં મફતીયાપરા તા.પડધરી વાળો પોતાના કબજા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીત ેનાકોર્ટીકસ-માદક પદાર્થનો જથ્‍થો રાખી વેચાણ કરતો હોવાની હકિકત આધારે રેઇડ કરતા આરોપીના કબજા ભોગવટાવાળા રહેણાંક મકાનમાંથી માદક પદાર્થ ગાંજાનો જથ્‍થો ૧ કિલો ૭૦૦ ગ્રામ જેની કિ.રૂા.૧૭૦૦૦ સાથે ઝડપી પાડી પડધરી પો.સ્‍ટે. ખાતે એન.ડી.પી.એસ.એકટ મુજબ ગુન્‍હો રજીસ્‍ટ્રર કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છ.ે

પકડાયેલ રસુલે આ ગાંજાનો જથ્‍થો રાજકોટથી લાવ્‍યાની અને છેલ્લા દોઢ માસથી ગાંજાનું વેચાણ કરતો હોવાની કેફીયત આપતા પોલીસે તેને રીમાન્‍ડ પર લેવા તજવીજ હાથ ધરી છ.ે

આ કાર્યવાહીમાં રૂરલ એસઓજીના એ.એસ.આઇ. ઉપેન્‍દ્રસિંહ જાડેજા તથા પો. હેડ. કોન્‍સ. જયવિરસિંહ રાણા , અમીતભાઇ કનેરીયા, પો.કોન્‍સ. રણજીતભાઇ ધાધલ, વિજયગીરી ગોસ્‍વામી, નિરાલીબેન વેકરીયા તથા ડ્રા.પો.કો. દિલીપસિંહ જાડેજા રોકાયા હતા.

(1:00 pm IST)