Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

હાલારમાં બે વાહન અકસ્‍માતઃ બેના મોતઃ ચક્કર આવતા મોત

જામનગર, તા.૧૨: જામનગર જિલ્લાના ચેલા ગામે રહેતા દિવ્‍યરાજસિંહ દિલીપસિંહ દેદા, ઉ.વ.ર૧ એ પંચ બી પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે,  જયરાજસિંહ મુકેશસિંહ ચૌહાણ, ઉ.વ.ર૩, રીક્ષા નં. જી.જે.-૧૦-ટી.વી.-૮૩૦પ વાળી લઈને ચેલા ગામના પહેલા ગેઈટથી થોડે દુર એસ્‍સાર પેટ્રોલ પંપ પાસે લાલપુર જવાના રસ્‍તામાં અંધારુ હોય અને અચાનક કુતરુ આડુ નીકળતા તેને બચાવવા જતા છકડો રીક્ષાને બ્રેક મારી ધીમી પાડતા તેવામાં અચાનક ડિવાઈડરમાં અથડાતા રીક્ષા પલ્‍ટી મારતા નીચે દબાઈ જતા મૃત્‍યુ પામેલ છે. મરણ જનાર યુવક બે માસ પહેલા જ લગ્નગ્રંથીથી જોડાયેલ હતો.

થાંભલા સાથે ડમ્‍પર અથડાતા ચાલકનું મોત

લાલપુર તાલુકાના જોગવડ ગામના રાણીશીપ રામાપીર મંદિર પાસે, શેરીમાં રહેતા મુકેશભાઈ મારખીભાઈ છૈયા, ઉ.વ.ર૬ એ મેઘપર પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, વિનુભાઈ મારખીભાઈ છૈયા, ઉ.વ.૩૦, ડમ્‍પર નં. જી.જે.-૧૦-ઝેડ-૯૯૦૬ નું લઈ એસ.ઈ.ઝેડ  સાયલો થી પાર્કિંગમાં જાતા હોય તે દરમ્‍યાન સ્‍ટેરીંગ લોક થઈ જતા ડમ્‍પર એસ.ઈ.ઝેડ ના સ્‍કેપ ના થાંભલા સાથે અથડાતા મૃત્‍યુ પામેલ છે.

પડી જતા યુવાનનું મોત

જામજોધપુર ગામે રામવાડી-રના પાછળના ભાગે રહેતા સુભાષભાઈ ઉર્ફે કારૂભાઈ હરીલાલ કણસાગરા, ઉ.વ.પ૭ એ જામજોધપુર પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, ગીરીશભાઈ બાવનજીભાઈ સાંતીકી, ઉ.વ.૪૦, રે. પટેલ કન્‍યા છાત્રાલયની સામે, રામવાડી શેરીનં.૩, જામજોધપુરવાળાને વસંતપુર ગામની આગળ પાંચીયાવાડી વિસ્‍તારમાં પોતાની વાડીએ ચકકર આવતા હોય પડી જતા કપાળના ભાગે બંન્‍ને નેણની વચ્‍ચે ગંભીર ઈજા તથા ડાબી આંખની નીચે મુંઢ ઈજા થતા મૃત્‍યુ પામેલ છે.

ઈવા પાર્ક આવાસમાં હાથફેરો કરતા તસ્‍કરો

અહીં સીટી એ ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં કમલેશગીરી હિરાગીરી ગોસાઈ, ઉ.વ.પ૪, રે. ઈવા પાર્ક આવાસ, પાંચમો માળ, ડી પ૦૧, જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, કમલેશગીરી તથા સાહેદના ઘરે કોઈ ચાર અજાણ્‍યા ઈસમોએ કોઈ ઓજાર વડે બળપ્રયોગ કરી લોક તથા તાળા તોડી ઘરમાં પ્રવેશ કરી કબાટ માંથી સોનાની બે બુટી કિંમત રૂ.૧૦,૦૦૦/- તથા સોનાની પટી વાળા પાટલા કિંમત રૂ.૪,૦૦૦/- તથા ચાંદીના બે પાટલા કિંમત રૂ.૧,૦૦૦/- તથા સાહેદ કિશનભાઈ માધાણી ના ઘરમાંથી રોકડા રૂપિયા ર,૦૦૦/- તથા સોનાની વીટી તથા બુટી કિંમત રૂ.૧૦,૦૦૦/- ની મળી કુલ રૂપિયા ૪પ,૦૦૦/- રોકડા રૂપિયા તથા સોનાના તથા ચાંદીના દાગીનાની ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

ક્રિકેટ મેચ પર જુગાર

સીટી એ ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. વિક્રમસિંહ ભરતસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી  છે કે, રણજીતરોડ, વિઘ્‍યાભુવનવાળી ગલીમાં આરોપી મીલનભાઈ સુરેશભાઈ સોલંકી, એ જાહેરમાં મેચના હારજીત વિગેરે પર સોદાઓ પાડી જુગાર રમી રમતા મળી આવતા રેઈડ દરમ્‍યાન રોકડા રૂ.૧,૮૦૦/- તથ મોબાઈલ ફોન નંગ-૧, કિંમત રૂ.પ૦૦/- મળી કુલ રૂ.ર,પ૦૦/- સાથે ઝડપાઈ ગયેલ છે. તથા અન્‍ય આરોપી મુનાફ મહમદભાઈ આંબલીયા, રે. જામનગરવાળાની અટક બાકી હોય આ અંગે પોલીસે આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.

ચલણી સિકકા વડે જુગાર

સીટી બી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. સંજયભાઈ ડાયાલાલ પરમાર એ ફરીયાદ નોંધાવી છે કે, જુના નાગેશ્‍વર પાર્ક, કબ્રસ્‍તાનની દિવાલ પાસે, જામનગરમાં આરોપી સન્‍ની ભાણજીભાઈ ચૌહાણ, નરેશ ઉર્ફે નડબમ મનસુખભાઈ ડોણાસીયા, રાજુ નરશીભાઈ ડોણાસીયા, રે. જામનગરવાળા જાહેરમાં ગોળકુંડાળુ વળી બેસી રૂપિયાના સિકકો ઉછાળી કાટ છાપ બોલી પૈસા લગાડી હારજીત કરી કીંગ-ટોસ નામનો જુગાર રમતા કુલ રોકડા રૂપિયા પ૩૦૧/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

દારૂની બોટલ સાથે ઝડપાયો

જામજોધપુર પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. રાજદિપસિંહ કિશોરસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, જામજોધપુરમાં માર્કેટીંગ યાર્ડ ખાતેની શ્રીજી એન્‍ટરપ્રાઈઝ નામની દુકાનમાં આરોપી અમીતભાઈ ચંદુભાઈ ફળદુ એ કિંમત રૂ.૪૦૦/- નો પોતાના કબ્‍જામાં રાખી રેઈડ દરમ્‍યાન ઝડપાઈ ગયેલ છે.તથા દારૂ સપ્‍લાય કરનાર આરોપી સવદાસભાઈ આહીર, રે. કડબાલ ગામવાળો ફરાર થઈ ગયેલ છે. આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(1:26 pm IST)