Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

પડધરીના મોવૈયામાં વીજ ટીમ ઉપર હુમલો કરનાર ભાજપના અગ્રણી ધીરૂભાઈ સહીત પાંચની ધરપકડ

રાજકોટ, તા. ૧૨ : પડઘરી સબ ડિવિઝન અંતર્ગત મોવૈયા ગામમાં કોર્પોરેટ ચેકીંગ ડ્રાઇવ દરમ્‍યાન  વીજ ચેકીંગ ટુકડી ઉપર હુમલો કરનાર મોવૈયા ગામના ભાજપ અગ્રણી ધીરૂભાઈ મેપાભાઈ તળપદા સહીત  પાંચની પડધરી પોલીસે ધરપકડ કરી હતી.

મળતી વિગતો મુજબ  જીઇબીના નાયબ ઇજનેર ભાર્ગવભાઇ નંદલાલ પુરોહીતે પડધરી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે કે તે તથા તેની ટીમ  ઔધોગિક વીજ જોડાણમાં વીજ ચેકીંગમાં  ગયેલ ત્‍યારે ભાજપ અગ્રણી અને પુર્વ તાલુકા પંચાયત પ્રમુખ  ધીરૂભાઈ મેપાભાઇ તળપદા  તથા તેના પરિવારજનોએ ગેરકાયદેસર મંડળી રચી ફરજમાં રૂકાવટ કરી ફરીયાદી તથા જીઇબીના અન્‍ય કર્મચારીઓને માર મારી ઇજા કરી હતી. ઇજાગ્રસ્‍ત ફરીયાદીને રાજકોટ ખાનગી હોસ્‍પીટલમાં ખસેડાયેલ છે. તેમજ અન્‍ય બે કર્મચારીઓને પણ ઇજા થઇ હતી.

પડધરી પોલીસે આ ફરીયાદ અન્‍વયે  ગુન્‍હો દાખલ કરી વીજ ચેકીંગ ટીમ પર હુમલો કરી ફરજમાં રૂકાવટ કરનાર  ૧) ધીરૂભાઈ મેપાભાઈ તળપદા - માજી તાલુકા પંચાયત પ્રમુખ ૨) ચિરાગ હેમંતભાઈ તળપદા - પડધરી યુવા ભાજપ પ્રમુખ  (૩) આરતીબેન ધીરૂભાઈ તળપદા -  માજી જિલ્લા પંચાયત સભ્‍ય. ૪)જીજ્ઞાબેન ચેતનભાઈ  તળપદા પ) રમેશભાઈ મેપાભાઇ તળપદાની પડધરીના પીએસઆઇ બી.એલ.ઝાલા તથા સ્‍ટાફે ધરપકડ કરી હતી. જયારે આ હુમલામાં સામેલ અન્‍ય ૩ અજાણ્‍યા ઇસમોની શોધખોળ હાથ ધરાઇ છે.

(1:04 pm IST)