Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

પોરબંદરઃ ટી.પી. કમિટીમાં મંજુરી નહી આપવાના શહેરી વિકાસ અને ગૃહ વિભાગના આદેશની અમલવારી થતી નથી

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા., ૧૨ઃ લેન્ડ ગ્રેમ્બલીંગ એકટ તથા ગુજરાત માહીતી અધિકાર અધિનિયમનો કાયદો અમલમાં આવ્યા પછી જાગૃત નાગરીકો દ્વારા જાહેર માહીતી અધિકારના કાયદાની જોગવાઇ ધ્યાને રાખી નિયત ફીની રકમ અરજી ઉપર ચોંટાડી માહીતી માંગવામાં આવે છે. જે અનુસાર સુક્ષ્મ કચેરી દ્વારા આરટીઆઇ એકટીવીસ્ટ દ્વારા જે તે તારીખે નિયત નમુના ફોર્મમા અરજી રજુ થાય અને મલ્યા તારીખ એક માસની અંદર માહીતી પુરી પાડવી ફરજીયાત છે. જો સમય મર્યાદામાં માંગેલ માહીતી સક્ષ્મ કચેરીના  પુરી ન પાડે બિલકુલ આપે નહી અધુરી માહીતી આપી હોય અથવા સતા સ્થાનેથી અસહકાર મળતો હોય સંબંધીત કચેરીના સરકાર દ્વારા નિયુકત કરાયેલ અપીલ અધિકારીને ૩૦ ત્રીસ દિવસમાં અપીલ દાખલ કરવાની જોગવાઇ છે.

અધિકારી દ્વારા દાખલ કરાયેલ અપીલ અરજીની નિયત સમય મર્યાદામાં હા ધરવામાં પ્રથમ આરટીઆઇ દ્વારા માંગેલ માહીતી તેને લગતા દસ્તાવેજી પુરાવા વિગેરે ચકાસણી કરવામાં આવેલ. એપેલેન્ટ મુળ અરજદાર તથા સામા પક્ષે રીસ્પોન્ડસ પ્રતિવાદી જે હોય તે અતવા તે દ્વારા નિયુકત જાણકારી જવાબદાર વ્યકિતને સાંભળવામાં આવે બંને પક્ષને સાંભળ્યા બાદ શકય તેટલો ન્યાયકીય કાર્યવાહી હુકમ ર્ન્ણિય વગેરે એપેલેન્ટ મુળ અરજદાર રીસ્પોન્ડન્ટ પ્રતિવાદીને જાણ કરાય જેનાથી સંતોષ થયેલ ન હોય તો આયોગમાં નિયત સમય મર્યાદામાં બીજી અપીલ દાખલ થઇ શકે.  કેટલાક કિસ્સા અપુર્ણ-અધુરી માહીતી આપી અથવા સમય મર્યાદામાં પુરી પાડેલ ન હોય અથવા આપી ન હોય તો જવાબદાર કચેરીના સરકારી પદાધિકારી સામે પણ કાર્યવાહી થઇ શકે એવું જણાય તો દંડપણ કરી શકે તે રકમ જવાબદાર અધિકારીએ સ્વ ભંડોળમાંથી જ ચુકવવી પડે આવી કાયદાકીય જોગવાઇ હોવા છતા પણ કેટલાક કિસ્સામાં અવઢવ ભરેલ સ્થિતિ જોવા મળે છે.

પોરબંદરના જાગૃત નાગરીક અને આરટીઆઇ ક એેકટીવીસ્ટ દિનેશભાઇ માંડવીયાએ જાહેર માહીતી અધિકારનો કાયદાકીય ઉપયોગ કરી પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સને જુનાગઢ જીલ્લા કલેકટરશ્રીએ જે તે સમયે કોમર્શીયલ બીલ્ડીંગ બનાવવા સરવે નંબર ૪૦ ફાળવેલ જે પોરબંદર જીલ્લા કલેકટરના તા.૧૬-૧૦-ર૦ર૧ના ફરીયાદ કરેલ જે ફરીયાદ આધારે પોરબંદર જીલ્લા કલેકટરશ્રીની કચેરી દ્વારા તા.૪-૧ર-ર૦ર૧ના પોરબંદરના સીટી સરવે સુપ્રિન્ટેન્ડન્ટ તપાસ સોંપેલ. તે સમયના સીટી સરવે સુપ્રિન્ટેન્ડેન્ટશ્રી એમ.જે.ગોંસાઇ અને ફરજ પરના સરવેયર દર્શનભાઇએ કલેકટર પોરબંદર કચેરી દ્વારા લખાયેલ તા.૪-૧ર-ર૦ર૧ પત્ર રેકર્ડ પરથી ગાયબ કરી દીધેલ જે હકિકત આરટીઆઇ એકટીવીસ્ટને ધ્યાને આવતા કલેકટર કચેરીમાંથી નકલો મેળવી. પોરબંદર સીટી સરવે કચેરીના ઇન્ચાર્જ સુપ્રીટેન્ડન્ટ જાણ કરતા તેઓએ સરવેયરને પોરબંદર ચેમ્બરની જગ્યાનું રોજકામ કરવાની સુચના આપતા અચોક્કસ મુદતની રજા ઉપર ઉતરી ગયેલ છે.

પોરબંદર નગર પાલીકા કચેરીની ટાઉન પ્લાનીંગ કમીટી યાને ટી.પી. કમીટી દ્વારા અપાતી બાંધકામની પરવાનગી અનઅધિકૃત હોય અને કથીત મોટે પાયે મોટો ભ્રષ્ટાચાર થતો હોવાનું બહાર આવતા સરકારીમાં ટી.પી. કમીટી રદ કરી તેની જવાબદારી નિભાવવા માટે સરકારી અધિકારીની નિમણુંક કરવા જે તે સમયે જીલ્લા કલેકટરશ્રીને પોરબંદરને રજુઆત થતા તેઓશ્રી દ્વારા પ્રારંભીક તપાસ કરવામાં આવેલ અને તેઓશ્રી દ્વારા ઇ.સ. વર્ષ ર૦૧૪ થી સને ૨૦૧૯ સુધીમાં ૮ આઠ વખત શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ મોકલવામાં આવેલ. ત્યાર બાદ પ્રાદેશીક કમિશ્નરશ્રી રાજકોટ કચેરી કાર્યરત થતા નગર પાલીકાને લગતી વહીવટી રજુઆત ફરીયાદ પ્રાદેશીક કમિશ્નર નગર પાલીકા કચેરી દ્વારા કાર્યવાહી કરવાની થતી હોય તેમજ જિીલ્લા કલેકટરશ્રી હકુમત દરમ્યાન થયેલ કાર્યવાહી છેલ્લે તા.૪-૯-ર૦ર૧ના પત્રથી પ્રાદેશીક કમિશ્નરશ્રી રાજકોટે તા.૧પ-૧ર-ર૦ર૧ના કલેકટરશ્રી અહેવાલ અન્વયે પોરબંદર છાંયા નગર પાલીકાની ટાઉન પ્લાનીંગ કમીટીના કાર્યો કરવા સરકાર અધિકારીની નિમણુંક કરવા આગળ કાર્યવાહી કરવા વિનંતી કરેલ.

સને ૨૦૧૪ થી ર૦ર૧ ના વરસ દરમ્યાન ત્યાર બાદ સને ર૦રરના મે માસ (પાંચમા) માસ દરમ્યાન  પોરબંદર નગર પાલીકાની ટી.પી.કમીટી રદ કરવામાં આવી નથી. સંબંધે ગાંધીનગર શહેરી ગૃહ નિર્માણ વિભાગ ઉદાસીનતા દર્શાવી હોવાનું આરટીઆઇ દ્વારા માંગવામાં આવેલ માહીતી પરથી બહાર આવેલ છે. સ્થાનીક રાજકીય સતાધારી વર્તુૃલ દ્વારા કર્ણોપકર્ણ  ચર્ચીત હકિકત દ્વારા આ કાર્યવાહી આગળ વધે નહી તે માટે પરોક્ષ અપરોક્ષ પ્રયત્ન થતા રહેલ છે. જેના કારણે અંદાજીત સાડા આઠ નવ વરસથી આ વિવાદીત ટાઉન પ્લાનીંગ કમીટી રદ કરી સરકારી અધિકારીની નિમણુંક સરકાર દ્વારા કરવામાં ઠાગા ઠૈયા થાય છે. બિનજરૃરી પત્ર વહેવાર થતો હોવાની ચર્ચા છે.

સલામતી કાયદો રક્ષણ માટે થયેલ આદેશ આ પ્રમાણે છેઃ ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનીયમ ૧૯૭૬ ની કલમ-૧રર ની પેટા કલમ-(૧) હેઠળ મળતી સત્તાની રૃએ ઉકત અધિનીયમની કલમ-૬ ની પેટા કલમ (૧) હેઠળ રચાયેલ વિસ્તાર  વિકાસ સત્તા મંડળને આથી આદેશ આપવામાં આવે છે કે, ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનીયમ, ૧૯૭૬, ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ નિયમો ૧૯૭૯ તથા મંજૂર અમલી સામાન્ય વિકાસ નિયંત્રણ વિનીયમોની કાનૂની જોગવાઇઓ વિરૃધ્ધ અપ્રસ્તુત કરાવો, નિર્ણયો, મંજૂરીઓ કરવા અંગેની કોઇ જ કાર્યવાહી સત્તા મંડળની ટાઉન પ્લાનીંગ કમીટીમાં બહુમતીના જોરે, કરવી નહીં. અન્યથા ઉકત અધિનીયમની કલમ-૧૦૯ ની જોગવાઇ તળે, આયોજન સમિતિની સઘળી સત્તા ફરજો અને કાર્યો પરત લઇ સરકારશ્રી દ્વારા અધિકારીની નિયુકિત કરી તેને આવી સત્તાના અને કાર્યો સુપ્રત કરવાની તથા તે અંગેનું તમામ ખર્ચ સંબંધિત સત્તા મંડળના ભંડોળમાંથી વસુલ લેવા હુકમ કરવાની સરકારને ફરજ પડશે. જેની ગંભીર નોંધ લેવા અને માત્ર પ્રવર્તમાન કાનુની જોગવાઇઓ સાથે સુસંગત રહીને જ કાર્યવાહી કરવા સર્વે વિસ્તાર વિકાસ સત્તા મંડળને ફરમાન કરવામાં આવે છે.

ગુજરાતના રાજયપાલશ્રીના હુકમથી અને તેમના નામે.

(સહી) ઃ- એચ. પી. શુકલ,

ખાસ ફરજ પરના અધિકારી,

શહેરી વિકાસ અને શહેરી ગૃહ

નિર્માણ વિભાગ.

આદેશની નકલો લાગતા વળગતા વિભાગને અમલવારી માટે મોકલવામાં આવેલ છે.

સરકારશ્રીના આ આદેશનું પોરબંદર છાયા સંયુકત નગરપાલીકા કરતી નથી. અને બહુમતીના જોરે બાંધકામની પરવાનગી આપવામાં આવે છે. અને કથીત   ભ્રષ્ટાચાર થતો હોવાનું આર. ટી. આઇ. એકટીવિસ્ટે સરકારશ્રીની ધ્યાને લાવેલ હોવા છતાં સરકારશ્રી દ્વારા છેલ્લા આશરે સાડા-આઠ નવ વરસથી ટાઉન પ્લાનીંગ કમિટીની રચના વિખેરી સરકારીશ્રી દ્વારા નિયુકત સરકારી અધિકારીની નિમણુંક કરવામાં આવતી નથી. વખતો વખત જીલ્લા કલેકટરશ્રીએ અહેવાલ મોકલી ટી. પી. કમિટીની સત્તા સરકાર હસ્તક લઇ સરકારી અધિકારીની નિમણુંક કરવામાં આવતી નથી. વિલંબીત કાર્યવાહી થતી હોવાની રાજકિય વ્યકિતની દખલગીરી કથતી હોય. પ્રકરણ આગળ વધે નહીં ભીન્નુ સંકેલવાના ચક્રો ગતિમાન  હોવાનું ચર્ચીત બનેલ છે.

(1:16 pm IST)