Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

મોરબી જિલ્લાના ૪૦૦ જેટલાં વીસીઈની હડતાલ : ઓફિસો ખાલીખમ

ગ્રામ્ય વિસ્તારોમાં આપવામાં આવતી સેવાઓ સંપૂર્ણ પણે બંધ

  (પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી,તા. ૧૨ :  મોરબી જિલ્લાના વીસીઇ રાજ્ય વ્યાપી હડતાલમાં જોડાયા છે અને મોરબી જિલ્લાના ૪૦૦ જેટલાં વીસીઇ કર્મચારીઓએ આજે હડતાલ પાડી દેખાવો કર્યા હતા. આ વીસીઈની હડતાલના લીધે ગ્રામ્ય વિસ્તારોમાં આપવામાં આવતી સેવાઓ સંપૂણ પણે બંધ થઈ ગઈ છે. જેમાં ૭/૧૨, આધાર કાર્ડ, રેશન કાર્ડ, આવકના દાખલા જેવી તમામ કામગીરી બંધ થતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. પાંચ જેટલી પડતર માંગણીની લઈને વીસીઇ કર્મચારીઓએ હડતાલ પર ઉતરીને પોતાની પડતર માંગણીઓનો ઉકેલ લાવવાની સરકાર સમક્ષ માંગ કરી છે.

 મોરબી જિલ્લા ગ્રામ પંચાયત સાહસિક (ઓપરેટર) મંડળ દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને રજુઆત કરાઈ હતી કે, ગ્રામ પંચાયત કોમ્પ્યુટર સાહસિક (ઓપરેટર) સાથે સમાન કામ સમાન વેતન, લધુતમ વેતનનો ભંગ થતો હોય કમિશન -થા બંધ કરાવી ફિકસ વેતનથી નિર્માણૂક અપાવી સરકારી કર્મચારીનો દરજ્જો આપવા અનેક વખત સ્થાનિક તંત્રથી માંડીને મુખ્યમંત્રી સહિત ઉચ્ચકક્ષાએ રજુઆત કરી હોવા છતાં કઈ નક્કર પરિણામ આવ્યું નથી.ઇ-ગ્રામ વીસીઇને ૧ રુપિયો પણ પગાર આપવામાં આવતો નથી અને ગુજરાત રાજયના ૧૩૦૦૦ જેટલા વીસીઇન શોષણ કરવામાં આવી રહેલ છે.વીસીઇના મુળભુત હક્કોનુ હનન થઇ રહ્યુ છે. અધિકારીઓ દ્વારા દબાણ આપીને રજાને દિવશે. તથા રાત્રે પણ કામ કરાવવામાં આવે છે. બીજા વિભાગોના કર્મચારીઓનુ કામ પણ અમુક સમયે વીસીઇઓ પાસે કરાવવામાં આવે છે. આવી પરિસ્થિતિમાં વીસીઇ માનસિક તણાવ હેઠળ કામ કરે છે. આટલું બધું કામનુ ભારણ હોય તેમનાં ગુજરાત સરકાર વીસીઇને પગાર-ધોરણ આપતી નથી.

 

વીસીઇ પોતાની પડતર માંગણીઓ જેવી કે, કમિશન પ્રથા બંધ કરીને ફિકસ વેતન સાથે પગાર ધોરણ લાગુ કરવામાં આવે., સરકાર સાથે ૧૬ વર્ષથી વગર પગારે કામ કરતા હોય સરકારી કર્મચારી જાહેર કરીને સરકારી લાભો આપવામાં આવે, આરોગ્ય લક્ષી સુવિધા આપતા પરિવાર સહિત વિમા કવચ આપવામાં આવે, વીસીઇને ગ્રામ પંચાયત ખાતે દબાણ થતુ હોય દબાણમાંના આવતા વીસીઇને પંચાયત દ્વારા ગમે તે સમયે કાઢી નાખવામાં આવે છે. તેમજ એમના લાગતા વળગતા લોકોને લેવા માટે વીસીઇને પંચાયત દ્વારા ગમે તે સમયે કાઢી નાખવામાં આવે છે. જે બાબતે કડક જોબ સિક્યુરીટી બાબતનો જી આર કરવામાં આવે અને સરકારશ્રીની મંજુરી વગર કોઇ પંચાયત વીસીઇને કાઢી ના શકે તેવી માંગને લઈને હડતાલ ઉપર ઉતર્યા છે.

(1:17 pm IST)