Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

પોરબંદરઃ માછીમારોને અપાતા ડીઝલ ભાવમાં રાહત બાદ બીજે દિવસે પુનઃ ભાવ વધારો

ડિઝલમાં ૧ર.પ૪ ના ઘટાડા બાદ ફરીથી ૪.પ૦નો વધારો ઝીંકી દીધોઃ માછીમારોમાં રોષ

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા.૧ર ઃ દોઢ મહિના પહેલા માછીમારોને અપાતા ડીઝલ જથ્થામાં આકરો ભાવ વધારા સામે બીજા દિવસથી ફરીથી ભાવ વધારો ઝીંકી દેતા સરકારની નીતી સામે માછીમારોમાં રોષ વ્યાપી ગયેલ છે.

માછીમારોને અપાતા ડીઝલના ભાવમાં વધારો કરીને રૃા.૧૧૮ જેવો ભાવ કરી નાખ્યો હતો તે સામે માછીમારોએ ઉગ્ર વિરોધ દર્શાવતા સરકાર દ્વારા માછીમારોને ડીઝલ ભાવમાં ૧ર,પ૪ ઘટાડો કરી આપ્યો હતો.ત્યાર પછી બીજે દિવસે ડીઝલના ભાવમાં રૃા.૪,પ૦ વધારો થતા માછીમારોની હાલત દયનીય બની છે.

ડીઝલમાં ભાવ વધારાની મત્સ્યોદ્યોગ ઉપર અવળી અસર થઇ રહી છે. મોંઘા ડીઝલને લીધે માછીમારોને ફિશીંગમાં જવાનું પોષાતું નથી. ડીઝલ ભાવ પ્રશ્ને માછીમારોને માત્ર છાના રાખવાની સરકારની નીતિ સામે માછીમારોમાં રોષ વ્યાપી ગયો છે.(

(1:19 pm IST)