Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

માનસિક ત્રાસથી કંટાળીને આત્‍મહત્‍યા કરે તે પહેલા મહિલાને ૧૮૧ની ટીમે બચાવી

મહિલાનું કાઉન્‍સેલિંગ કરી સાસુ-સસરા સાથે સુખદ સમાધાન કરાવ્‍યું

જૂનાગઢ, તા.૧૨: જૂનાગઢ શહેર વિસ્‍તારમાંથી એક મહિલા તેમના સાસુ-સસરાના ત્રાસથી આત્‍મહત્‍યા કરવા વિલિગ્‍ડન ડેમમાં જતા હતા. આ અંગેની મહિલાના સંબંધી દ્વારા ૧૮૧ મહિલા હેલ્‍પ લાઇનમાં જાણ કરતા ફરજ પરના કર્મચારી કાઉન્‍સેલર પ્રિયંકા ચાવડા, મહિલા પોલિસ ઉજાલાબેન ખાણિયા અને પાઈલોટ ઉમંગભાઈ સ્‍થળ પર પહોંચી મહિલાને મળીને સાંત્‍વના આપીને કાઉન્‍સેલિંગ કરીને તેમની સમસ્‍યા જાણી હતી.

જેમાં મહિલા સગર્ભા હોય મહિલાને તેમના સાસુ-સસરા દ્વારા અવારનવાર નાની નાની બાબતે તથા ઘરકામ કરવા બાબતે ઝગડા થતા હતા. તેમના સાસુ-સસરા મહિલાને અપશબ્‍દો બોલીને સંભરામણી કરતા હતા. આથી ઝગડો થતા મહિલા તેમના સંબંધીના ઘરે જતા રહેલ અને ત્‍યાં તેમના સંબંધીએ તેમને સમજાવી હતી. પરંતુ મહિલા તેમના સાસુ-સસરાના ત્રાસથી કંટાળી ગયેલ હોવાથી તેઓ તેમના સંબંધીના ઘરેથી કંઈ કહ્યા વગર ઘરેથી વિલિગ્‍ડન ડેમમાં આત્‍મહત્‍યા કરવા નિકળી ગયા હતા. તેમના સંબંધીને જાણ થતા તેઓ મહિલાને શોધવા નિકળી ગયેલ અને મહિલા રસ્‍તામાં મળી આવતા મહિલાને સમજાવવા ૧૮૧ મહિલા હેલ્‍પાલાઇનની મદદ માંગી હતી.

મહિલાનું સ્‍થળ પર કાઉન્‍સેલીગ કરીને આત્‍મહત્‍યા ન કરવા સમજાવવામાં આવેલ છે અને મહિલાને તેમના સાસુ-સસરા દ્વારાᅠ હેરાનગતી હોય જેથી કાયદાકિય કાર્યવાહી કરવા જણાવેલ. પરંતુ મહિલા કોઈ કાર્યવાહી કરવા માગતા ના હોવાથી મહિલાને તેમના પતિ દ્વારા કોઈ હેરાનગતિ ના હોય જેથી તેઓ તેમના સાસુ-સસરાથી અલગ રહેવા માંગતા હતા. આથી મહિલાને સાસરે લઈ જઈને તેમના પતિ તથા સાસુ સસરાને સ્‍થળ પર કાઉન્‍સેલીગ કરીને સમજાવેલ મહિલાના પતિ મહિલા સાથે અલગ રહેવા રાજી હોય અને તેમના સાસુ-સસરાને તેમનો દિકરો અને વહુ અલગ રહે તેનાથી કઈ સમસ્‍યા ના હોય જેથી મહિલા અને તેમના સાસુ-સસરાનું સ્‍થળ પર સમાધાન કરાવ્‍યું હતું.

(1:22 pm IST)