Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

વાહનચોર બેલડીને રૂરલ એલસીબીએ ઝડપી લીધીઃ ૭ બાઇકચોરીનો ભેદ ખુલ્‍યો

ᅠગોંડલના ઘનશ્‍યામ દુધાત અને મોહસીને રાજકોટ શહેરના જીલ્લા, સુરેન્‍દ્રનગર તથા જૂનાગઢ જીલ્લામાંથી બાઇકની ઉઠાંતરી કરી હતીઃ પી.આઇ વિજય ઓડેદરાની ટીમે દબોચી લીધા

તસ્‍વીરમાં પકડાયેલ વાહન ચોર બેલડી ચોરાઉ બાઇક સાથે નજરે પડે છે

રાજકોટ, તા.૧૨: રાજકોટ શહેર-જીલ્લા, જુનાગઢ તથા સુરેન્‍દ્રનગર જીલ્લામાંથી ૭ બાઇકની ચોરી કરનાર ગોંડલની વાહનચોર બેલડીને રૂરલ ક્રાઇમે ઝડપી લીધી હતી.

પકડાયેલ વાહનચોર બેલડીએ એક મહિના પૂવે ઉપલેટા નાગનાથ ચોક પાસેથી હોન્‍ડા નં.જી.જે.૦૩ ડી.એસ૯૪૧૪, () રાજકોટ સીવીલ હોસ્‍પિટલમાંથી હોન્‍ડા નં.જી-જે-૦૩ જે.એ.૨૯૭૧, ૪ મહિના પૂર્વે ચોટીલા પોતાની હોન્‍ડા નં.જી.જે.જી કે કે ૫૬૧૩, એક મહિના પૂર્વ જુનાગઢ સરકારી હોસ્‍પિટલમાંથી બાઇક નં.જી-જે-૧૧ એન.એન.૨૬૧૮, ત્રણ મહિના પૂર્વ રાજકોટ કાલાવડ રોડ ખોડીયાર પાર્ટી પ્‍લોટ પાસેથી હોન્‍ડા નં.જી-જે-૦૪ બીપી ૮૩૬૯, દોઢ મહિના પૂર્વ રાજકોટ ગોવર્ધન ચોક પાસેથી હોન્‍ડા નં.જી-જે-૦૩ જે.એચ.૨૪૧૪ કે કે. ૭૭૧૬ ચોરી કર્યાની કબુલાત આપી હતી.

આ કાર્યવાહીમાં રૂરલ ક્રાઇમ બ્રાંચના એ.એસ.આઇ મહેશભાઇ જાની, અમીતસિંહ જાડેજા, બાલકૃષ્‍ણ ત્રિવેદી, શકિતસિંહ જાડેજા, નિલેશભાઇ ડાંગર, પો.કો.ભાવેશ મકવાણા, દિવ્‍યેશભાઇ સુવા, કૌશીકભાઇ જોષી, નરેન્‍દ્રભાઇ દવે, સાહીલભાઇ પોપટ તથા અનિરૂધ્‍ધસિંહ જાડેજા સહિતના સ્‍ટાફ જોડાયો હતો.

રેન્‍જના પોલીસ મહાનીરીક્ષક સંદિપસિંહ તથા  પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડએ વણશોધાયેલ મીલ્‍કત વિરૂધ્‍ધના ગુનાઓ શોધી કાઢવા આપેલ સુચના  અન્‍વયે એલ.સી.બી. ગ્રામ્‍ય ના પોલીસ ઇન્‍સ. શ્રી વી.વી.ઓડેદરા તથા પો. સબ ઇન્‍સ. એસ.જે.રાણા ના માર્ગદર્શન હેઠળ સ્‍ટાફ મિલકત વિરૂધ્‍ધના ગુન્‍હાઓ કરતા ગુન્‍હેગારોને શોધી પકડી પાડવા માટેની કામગીરીમાં હતાં તે દરમ્‍યાન પો. હેડ કોન્‍સ. મહિપાલસિંહ જાડેજા,પો. હેડ કોન્‍સ. અનીલભાઇ ગુજરાતી, રૂપલભાઇ બોહરા તથા પો. કોન્‍સ. પ્રહલાદસિંહ રાઠોડને સંયુકતમાં ચોક્કસ ખાનગી બાતમીદારો મારફતે મળેલ હકિકત આધારે

શહેર તથા જીલ્લા, જુનાગઢ તથા સુરેન્‍દ્રનગર વિસ્‍તારમાંથી મોટર સાયકલ ચોરી કરનાર ઘનશ્‍યામ સવજીભાઇ દુધાત રહે- હાલ- ગોંડલ, વોરાકોટડા રોડ, આવાસ યોજના મકાન, ત્રણ માળીયા કવાર્ટર નં. ૨૨ મુળ- જંગવડ ગામ તા. જસદણ તથા મોહશીન હુશેનભાઇ બ્‍લોચ જાતે- મકરાણી ઉ.વ. ૨૭ રહે- ગોંડલ, ભગવતપરા, બરકતીપરાને ઝડપી લઇ ૭ ચોરાઉ બાઇક કિં. ૧.૭૫ લાખ અને મોબાઇલ મળી કુલ. ૧.૮૦ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

(1:22 pm IST)