Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

જેતપુરમાં જુગાર રમતા ૯ પકડાયા

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા., ૧૨: જાહેરમાં જુગાર રમતા ૯ શખ્‍સોને ઝડપી લીધા હતા.

પ્રાપ્ત વિગત અનુસાર શહેર પોલીસ પેટ્રોલીંગમાં નીકળેલ તે દરમ્‍યાન બાતમી મળેલ કે ભાદરના સામાકાંઠા વિસ્‍તારમાં આવેલ ન્‍યુ ખટાઉ કારખાના પાસે જાહેરમાં જુગાર રમાતો હોય પોલીસે રેડ કરતા જુગાર રમતા ૯ શખ્‍સો દેવા વઇદેભાઇ બામણીયા (ખોડીયાર પરા નવાગઢ) દિનેશ અરજણભાઇ સોલંકી (જલારામ-૧, ધોરાજી રોડ) કાન્‍હા જોગેન્‍દ્રભાઇ જન્‍હા (રહે. જયરામ કારખાના) રાધા કાન્‍હા નિત્‍યાનંદ બિસોય (રહે. ન્‍યુ ખટાઉ કારખાના) મનોજ આંકઠાભાઇ ચૌધરી (રહે. અગુણા કારખાના) મઘુસુદન મકોબાન સ્‍વૈત (રહે. ઇન્‍દ્રસ્‍થીત કારખાના) કરા રૂષી ગૌવા (રહે. ભવાન ચુકાર કારખાના) જીતેન્‍દ્ર સંતોષભાઇ ગૌડ (રહે. ભવાન ચુકાર કારખાના) વિરેન્‍દ્ર રામજનમ પાસવાન (રહે. બ્રિજ પ્રિન્‍ટ)ને રોકડા રૂા. ૧૯,૧ર૦ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

આ રેડની કામગીરીમાં પીઆઇ એચ.એ.જાડેજા રોકડા રીઝવાનભાઇ સીજાત, ગોપાલભાઇ ચાવડા, હબીબભાઇ બેલીમ, વિરેન્‍દ્રસીંહ રાઠોડ સહીતના જોડાયા હતા.

(1:33 pm IST)