Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા સેવાસેતુ કાર્યક્રમ

જુનાગઢ, તા.૧૧: રાજય સરકાર દ્વારા વહીવટ પરત્‍વે પ્રજાજનોના પ્રશ્નો ન્‍યાયિક ચોકકસ તથા ઝડપી ઉકેલ માટે મહાનગરપાલિકા, જુનાગઢ દ્વારા શહેરી કક્ષાનો ‘સેવાસેતુ' કાર્યક્રમ શહેરનાં વોર્ડ નં.૩,૮,૧૦ની જાહેર જનતા માટે તા.૧૪નાં રોજ સવારે ૯:૦૦ થી સાંજે ૬:૦૦ કલાક સુધી એકસ્‍લેન્‍ટ સ્‍કુલ,બકર ફળિયા, ઉપરકોટ રોડ, જુનાગઢ ખાતે આયોજન કરવામાં આવેલ છે.

મહાનગરપાલિકા તંત્ર દ્વારા અનેક વિવિધ યોજનાઓ, સહાયો, જાહેર સેવાઓ આધારકાર્ડ નોંધણી, મા અમૃતમકાર્ડ નોંધણી, સખીમંડળ, જનધન યોજના, મામલતદાર કચેરી દ્વારા રેશનકાર્ડમાં નામ ફેરફાર, આવકના દાખલા, જાતીના દાખલા, ઉજજવલા યોજના, જુદી-જુદી બેંકો દ્વારા ખાતા ખોલવા, વિજળીકરણ, સ્‍વરોજગાર યોજના એસ.ટી વિભાગ દ્વારા માસિક પાસ તથા ઓનલાઈન રીર્ઝવેશન તેમજ ફરીયાદને લગતી સેવાઓના સ્‍ટોલ કાર્યરત કરવામાં આવશે અને વ્‍યકિતલક્ષી રજૂઆત પણ ધ્‍યાને લઈ તેનો સ્‍થળ ઉપર જ પ્રશ્નનો નિકાલ કરવામાં આવશે તેમજ વિવિધ સહાય મેળવવા ઈચ્‍છતા લોકોએ પોતાના આધાર પુરાવા સાથે હાજર રહેવાનું રહેશે.

આ સેવા સેતુ કાર્યક્રમનો લાભ લેવા મેયર ગીતાબેન.એમ.પરમાર તથા માન.કમિશનર રાજેશ એમ. તન્ના દ્વારા વોર્ડ વિસ્‍તારના લોકોને અપીલ એક યાદીમાં કરી છે.

(1:30 pm IST)