Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

જુનાગઢ પોલીસ દ્વારા ૪.૧૭ કરોડના દારૂનો નાશ : ૧.૦૯૧૭૪ બોટલો ઉપર પોલીસે બુલડોઝર ફેરવી દીધુ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા. ૧રઃ જૂનાગઢ રેન્‍જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંઘ પવાર તથા જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ જિલ્લાના જુદા જુદા પોલીસ સ્‍ટેશનમાં ભૂતકાળના સમયમાં ભારતીય બનાવટના વિદેશી દારૂના ગુનાઓમાં કબજે કરવામાં આવેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મુદ્દામાલ, જે ઘણા સમયથી પેન્‍ડિંગ હોય, તેના નાશ કરવા અંગેના નામદાર કોર્ટમાંથી હુકમ મેળવી અને નાશ કરી, નિકાલ કરવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચનાઓ કરવામાં આવેલ હતી.

જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા કરવામાં આવેલ સૂચના આધારે જુનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર એ ડિવિઝન, બી ડિવિઝન, સી ડિવિઝન પોલીસ સ્‍ટેશનો, જૂનાગઢ તાલુકા પોલીસ સ્‍ટેશન, વિસાવદર પોલીસ સ્‍ટેશન, ભેસાણ પોલીસ સ્‍ટેશન અને બીલખા પોલીસ સ્‍ટેશનોમાં થાણા અમલદારો દ્વારા નામદાર કોર્ટમાંથી વિદેશી દારૂના નાશ કરવા અંગેના હુકમો મેળવી, આજદિન સુધીમાં ચાલુ સાલે આશરે સવા ચાર કરોડની કિંમતના વિદેશી દારુનો રોલર ફેરવી અને નાશ કરવામાં આવેલ હતો. વિદેશી દારૂનો નાશ કરવાની આ કાર્યવાહી જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, એસડીએમ શ્રી ભૂમીબેં કેશવાલા, મામલતદાર તન્‍વી ત્રિવેદી તથા નશાબંધી અધિક્ષક જાડેજા,  જૂનાગઢ ડિવિઝન ના પોલીસ અધિકારીઓ તથા સ્‍ટાફની હાજરીમાં કરવામાં આવેલ હતી...ં

વિદેશી દારૂનો નાશ કરવાની આ કાર્યવાહીમાં એ ડિવિઝન પોલીસ સ્‍ટેશનના કુલ  ૧૨૪ ગુન્‍હાની વિદેશી દારૂની બોટલો નંગ  ૭૬૪૪ કિંમત રૂ. ૩૭,૩૯,૭૦/-, સી ડિવિઝન પોલીસ સ્‍ટેશનના કુલ  ૧૨૩ ગુન્‍હાની વિદેશી દારૂની બોટલો નંગ  ૧૩૦૭૯ કિંમત રૂ. ૫૦,૧૮,૩૧૦/-, વિસાવદર પોલીસ સ્‍ટેશનના કુલ  ૪૫ ગુન્‍હાની વિદેશી દારૂની બોટલો નંગ  ૩૯૯૩ કિંમત રૂ. ૧૬,૩૨,૦૨૦/-, તાલુકા પોલીસ સ્‍ટેશનના કુલ ૭૬ ગુન્‍હાની વિદેશી દારૂની બોટલો નંગ  ૩૭૫૪૫ કિંમત રૂ. ૧,૪૬,૦૯,૨૫૦/-, ભેસાણ પોલીસ સ્‍ટેશનના કુલ  ૫૭ ગુન્‍હાની વિદેશી દારૂની બોટલો નંગ  ૨૧૪૨૦ કિંમત રૂ. ૮૧,૨૨,૫૮૦/-, બીલખા પોલીસ સ્‍ટેશનના કુલ ૨૬ ગુન્‍હાની વિદેશી દારૂ બોટલો નંગ ૨૪૫૧૦ કિંમત રૂ. ૮૩,૫૪,૬૬૦/- મળી, જૂનાગઢ ડિવિઝનના કુલ ૪૮૮ ગુન્‍હાની વિદેશી દારૂની બોટલ નંગ ૧,૦૯,૧૭૪ કુલ કિંમત રૂ. ૪,૧૭,૯૨,૬૨૧/- ના વિદેશી દારી મુદ્દામાલનું રોલર ફેરવી અને  સરકારી ખરાબાની જમીનમાં ખાતે નાશ કરવામાં આવેલ હતો. નાશ કરવામાં આવેલ દારૂ પૈકી ભેસાણ પોલીસ સ્‍ટેશનમાં છેલ્લા ૧૦ વર્ષમાં પકડાયેલ વિદેશી દારૂ નાશ કરવામાં આવેલ હતો. આ વર્ષે નાશ કરવામાં આવેલ સવા ચાર કરોડની કિંમતનો વિદેશી દારૂ, ભૂતકાળમાં નાશ કરવામાં આવેલ વિદેશી દારૂની સરખામણીમાં વિક્રમ જનક નિકાલ કરવામાં આવેલ છે.

 આમ, જૂનાગઢ પોલીસ દ્વારા વિદેશી હાથ ધરવામાં આવેલ વિદેશી દારૂના નિકાલની ઝુંબેશના ભાગરૂપે ચાલુ સાલે સવા ચાર કરોડની કિંમતના વિક્રમ જનક વિદેશી દારૂનો નાશ કરવામાં આવેલ છે.(તસ્‍વીર : મુકેશ વાઘેલા, જુનાગઢ)

(1:31 pm IST)