Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

જુનાગઢમાં પ.ર૬ લાખની લૂંટ કરનાર ર ઝડપાયા

ચોરી અને લૂંટ માટે ચોરાઉ મોટર સાયકલનો ઉપયોગ કરતા : જુનાગઢ ક્રાઇમ બ્રાન્‍ચની ટીમે ભેદ ઉકેલી નાંખ્‍યો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૧ર : જૂનાગઢ, જોષીપરા વિસ્‍તારમાં સાંજના સમયે રહેણાંક મકાનમાં ધુસી જઇ મકાનમાં એકલા રહેલ મહિલાને છરી તથા ખોટી બંદુક બતાવી રોકડા રૂ.૨,૦૦,૦૦૦/- તથા સોનાના દાગીના મળી કુલ કિ.રુ.૫,ર૬,૦૦૦/- ની લુંટ કરી નાશી જનાર બે આરોપીઓને ગણતરીની કલાકોમાં પકડી પાડી લુંટમાં ગયેલ તમામ મુદામાલ રીકવર કરી તથા લુંટ કરવા ઉપયોગ કરેલ ચોરી કરેલ મો.સા. ચોરી તથા લુંટના અનડીટેકટ ગુન્‍હાઓ ટીમે ડીટેકટ કર્યા છે.

પોલીસેડેવીડ જેન્‍તીભાઇ નાથાભાઇ સોલંકી સગર ઉવ.૩૧ ધંધો. હીરા ઘસવાનો રહે. ૪૦૮, બી/૧૦ - સ્‍વીટ હાઉસ એપાર્ટમેન્‍ટ, જૂના કોસાડ રોડ, રજવાડી પ્‍લોટની પાસે અમરોલી, સુરત, મુળ ગામ -અમરાપુર (સરકાર) તા. માળીયા હાટીના જી. જુનાગઢ અને અનીલ વૃજલાલ ઉર્ફે વજુભાઇ જેરામભાઇ મારૂ સગર, ઉ.વ.ર૩ ધંધો મજુરી રહે. ફાગળી ગામ. બચુ મુંજાભાઇ સોંદરવાની વાડીએ તા. કેશોદ જી. જુનાગઢ મુળ ગામ માતર વાણીયા તા. માળીયા હાટીના જી. જુનાગઢની ધરપકડ કરી છે અને ૬.૭૬ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આરોપીઓ અગાઉથી લુટ અથવા ચોરી કરવાના ઇરાદે નિકળી રસ્‍તામાંથી મોટર સાયકલની ચોરી કરી તે મોટર સાયકલના સહારે બંધ મકાન અથવા મકાને એકલી વ્‍યક્‍તિ હોય. ત્‍યારે મકાનમાં ગે.કા. રીતે ઘુસી જઇ તેમની પાસેની ખોટી બંધૂક તથા છરી વડે હાજર વ્‍યક્‍તિને ડરાવી ધમકાવી ઘરમાં રહેલ રોકડા રૂપિયા તથા સોના ચાંદીના દર દાગીનાની લુટ કરે છે.

આ કામગીરી જુનાગઢ રેન્‍જના નાયબ પોલીસ મહાનીરક્ષક મનીન્‍દર પ્રતાપસિંહ પવારની સુચના તેમજ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમસેટ્ટીની સુચનાથી ક્રાઇમ બ્રાન્‍ચના પો.ઇન્‍સ.શ્રી એચ.આઇ.ભાટી તથા પો.સ.ઇ.શ્રી ડી.જી.બડવા તથા પો.વા.સ.ઇ.શ્રી ડી.એમ.જલુ તથા કમાન્‍ડ એન્‍ડ કંટ્રોલ (નેત્રમ શાખા)ના પો.વા.સ.ઇ.શ્રી પી.એચ.મશરૂ તથા ક્રાઇમ બ્રાન્‍ચના એ.એસ.આઇ. વિ.એન.બડવા, વિ.એન.ચાવડા તથા પો.હેડ કોન્‍સ. જયદિપભાઇ કનેરીયા, પ્રકાશભાઇ ડાભી, યશપાલસિંહ જાડેજા તથા પો.કોન્‍સ. સાહિલભાઇ સમા, દિવ્‍યેશકુમાર ડાભી, દિપકભાઇ બડવા, ભરતભાઇ સોલંકી, મયુરભાઇ કોડીયાતર તથા ડ્રા.પો.કોન્‍સ. જગદીશભાઇ ભાટ, વનરાજભાઇ ચાવડા, વરજાંગભાઇ બોરીચા વિગેરે પોલીસ સ્‍ટાફએ સાથે રહી આ કામગીરી કરેલ છે.

(3:15 pm IST)