Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

ધ્રોલ કેન્દ્રમાં બી.એમ.પટેલ સાયન્સ સ્કુલનો વિધાર્થી ચીકાણી વ્રજ બોર્ડમાં પ્રથમ

99.99 P. R સાથે ધો. ૧૨ સાયન્સ બોર્ડમાં પ્રથમ ક્રમાંક

ધ્રોલ તા.૧૨ : આજ રોજ માં વિજ્ઞાન પ્રવાહનાં જાહેર થયેલ પરીણામાં માં સમગ્ર ગુજરાતનું 72.02% પરીણામ સાથે ગુજરાતમાં બીજા નંબરનું ઉંચું પરીણામ ધરાવતા ધ્રોલ કેન્દ્રનું 93.33% રીઝલ્ટ આવ્યુ છે.

     ધ્રોલ ખાતે બી.એમ.પટેલ સાયન્સ સ્કુલનો વિધાર્થી ચીકાણી વ્રજ અશોકભાઈ સાયન્સ મેરીટમાં 99.99 P.R. સાથે સમગ્ર ગુજરાત બોર્ડમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરી શાળાનું તથા ધ્રોલ શહેરનું ગૌરવ વધારેલ છે. શાળા શિક્ષકોના માર્ગદર્શન અને વ્રજની અથાગ મહેનતથી આ સિધ્ધી મળી છે.(સંજય ડાંગર - ધ્રોલ)

(3:50 pm IST)