Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

સુરેન્દ્રનગર જિલ્લામાં કોંગ્રસમાં ભૂકંપ : આગેવાનો -યુવા નેતાઓ સહીત 100થી વધુ કાર્યકરોના સામુહિક રાજીનામાં

જિલ્લામાં કૉંગ્રેસની વિદ્યાર્થી પાંખના પ્રમુખએ પણ રાજીનામુ ફગાવ્યું : જિલ્લાના રાજકારણમાં ગરમાવો

સુરેન્દ્રનગર જિલ્લામાં કૉંગ્રેસ પાર્ટીમાં ભૂકંપ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. અહીં કૉંગ્રેસના આગેવાનો અને યુવા નેતાઓ સહિત 100થી વધુ કાર્યકરોએ સામૂહિક રાજીનામા ધરી દીધા છે. 100થી વધારે લોકોએ રાજીનામા ધરી દેતા જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. રાજીનામું ધરી દેનાર લોકોમાં જિલ્લામાં કૉંગ્રેસની વિદ્યાર્થી પાંખના પ્રમુખનો પણ સમાવેશ થાય છે.

મળતી માહિતી પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લા NSUIના પ્રમુખ ધ્રુવરાજસિંહ ચુડાસમા સહિતના હોદેદારોએ અચાનક રાજીનામું ધરી દીધું છે. ધ્રુવરાજસિંહ ચુડાસમાએ કૉંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું ધરી દીધું છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લા કૉંગ્રેસ મહામંત્રી કૃષ્ણરાજસિંહ ઝાલા એ પણ રાજીનામું આપી દીધું છે. અંદાજે 100 થી વધુ NSUI સહિત કૉંગ્રેસના આગેવાનો અને યુવાનોના સામૂહિક રાજીનાથી જિલ્લા કૉંગ્રેસમાં જાણે કે ભૂકંપ આવ્યો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. તમામ લોકોએ ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ જગદીશભાઈ ઠાકોર ને પોતાના રાજીનામા ધરી દીધા હોવાનું જાણવા મળ્યું છે

 

(6:50 pm IST)