Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

મોરબી નવયુગ સાયન્સ સ્કૂલનું ધો ૧૨ સાયન્સમાં ૮૯.૬૫ ટકા પરિણામ.

કૂલના ત્રણ વિદ્યાર્થીઓ A1 ગ્રેડ સાથે ઉતીર્ણ થયા: કુલ ૩૭ જેટલા વિદ્યાર્થીઓએ ૯૦ પીઆર માર્ક્સ મેળવ્યા

મોરબીની નવયુગ સાયન્સ સ્કૂલ છેલ્લા પાંચ વર્ષથી સાયન્સમાં ટોપ પરિણામ આપે છે ત્યારે આજે જાહેર થયેલા પરિણામોમાં ફરીથી શાળાનું ઉજ્જવળ પરિણામ જોવા મળે છે મોરબી જીલ્લાનું ૮૫.૩૬ ટકા પરિણામ આવ્યું છે ત્યારે નવયુગ સાયન્સ સ્કૂલનું ૮૯.૬૫ ટકા પરિણામ આવ્યું છે
ધો.૧૨ સાયન્સના પરિણામોમાં નવયુગ સાયન્સ સ્કૂલના ત્રણ વિદ્યાર્થીઓ A1 ગ્રેડ સાથે ઉતીર્ણ થયા છે જેમાં મહેતા ખુશી ધીરેનભાઈ, ગામી ધ્રુવી હિતેશભાઈ અને કલોલા વિશ્વાસ કિશોરભાઈનો સમાવેશ થાય છે જે ત્રણેય વિદ્યાર્થીઓએ અથાગ પરિશ્રમ કરી ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી સમગ્ર મોરબી જીલ્લાનું ગૌરવ વધાર્યું છે નવયુગ સાયન્સ સ્કૂલના કુલ ૩૭ જેટલા વિદ્યાર્થીઓએ ૯૦ પીઆર માર્ક્સ મેળવ્યા છે
ઉપરાંત ગુજકેટ પરિણામમાં પણ નવયુગ સાયન્સ સ્કૂલના ૭ વિદ્યાર્થીઓએ ૧૨૦ માંથી ૧૦૦ થી વધુ માર્ક્સ મેળવીને ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે ગુજકેટમાં પણ નવયુગ સાયન્સ સ્કૂલના કુલ ૨૧ વિદ્યાર્થીઓએ ૯૦ પીઆર માર્ક્સ મેળવ્યા છે જે સિદ્ધિ બદલ સંસ્થા પ્રમુખ પી ડી કાંજીયાએ તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા છે.

(11:03 pm IST)