Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

મોરબીમાં કાલે શુક્રવારે રાજ્યમંત્રીના હસ્તે આઈ.સી.યુ. ઓન વ્હીલ્સ એમ્બ્યુલન્સનું લોકાર્પણ.

મોરબી : મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે આઈ.સી.યુ. ઓન વ્હીલ્સ એમ્બ્યુલન્સ લોકાર્પણનો કાર્યક્રમ રાજ્યમંત્રીના વરદ હસ્તે થશે.
મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે તા.13ને શુક્રવારના રોજ સવારે 9 કલાકે આઈ.સી.યુ. ઓન વ્હીલ્સ એમ્બ્યુલન્સ લોકાર્પણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.જેમાં રાજ્યકક્ષાના મંત્રી બ્રિજેશભાઈ મેરજાના વરદ હસ્તે લોકાપર્ણ કરવામાં આવશે.જેમાં મોરબી જીલ્લાના સંગઠનના સર્વે હોદેદારઓ,જીલ્લા પંચાયત,તાલુકા પંચાયત,નગરપાલિકાના સર્વે ચૂંટાયેલા સદસ્યઓ તેમજ મંડલના સર્વે પદાધિકારીઓએ ઉપસ્થિત રહેવા અપીલ કરવામાં આવી છે.

   
(11:42 pm IST)